________________
દશાવિશુદ્ધિગદ્ય
૧૫૭ જીવ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મેહનીય કર્મને વશ થઈને પિતાને સ્વભાવ ભૂલી રહ્યા છે. કર્મને આધીન બનીને અસત્ય, પરધનહરણ, કુશલ આદિ પાપમાં પ્રવૃત્તિ કરે છે. તે પાપને જે તજે છે તેમને ધન્ય છે! કોઈ ધર્માત્મા મેટા પુરુષ પાપના ઉદયે ચૂકી ગયા હોય તે દેખી એ વિચાર સમ્યફદ્રષ્ટિ કરે કે જે આ દોષ પ્રગટ થશે તે અન્ય ધર્માત્મા અને જિન ધર્મની ભારે નિંદા થશે. એમ જાણી તે દેષ ઢાંકી દે. પિતાના ગુણોની પ્રશંસા થાય એવી ઈચ્છા રાખે નહીં; આ ઉપગ્રહન ગુણ સમ્યકત્વને છે. એ ગુણથી પવિત્ર ઉજવળ દર્શનવિશુદ્ધિ નામની ભાવના હોય છે.
જે ધર્મ પામેલા પુરુષનાં પરિણામ કેઈ વખતે રેગની. વેદનાને લીધે ધર્મથી ચળી જાય, ગરીબાઈને લઈને ચળી જાય કે ઉપસર્ગ, પરિષહમાં ચળી જાય, અસહાયતાને લઈને કે આહારપાણ નહીં મળવાથી ધર્મમાં પરિણામ શિથિલ થઈ જાય, તેને સમ્યફષ્ટિ જીવ આ પ્રમાણે ઉપદેશ દઈને ધર્મમાં સ્થિર કરે - “હે જ્ઞાની! હે ધર્માત્મા ! તમે સાવધાન થાઓ; કાયરતા ધારણ કરીને ધર્મમાં શિથિલ શા માટે થાઓ છે? રેગની વેદનાને લઈને ધર્મથી ભ્રષ્ટ કેમ થાઓ છે? જ્ઞાની થઈને કેમ ભૂલે છે? અશાતા વેદનીય કર્મ યથાઅવસરે ઉદયમાં આવી ગયું છે. હવે કાયર થઈને દીનતા સહિત રુદન, વિલાપ આાદ કરતાં કરતાં ભેગવશે. તેપણ કર્મ છોડશે નહીં. કર્મને દયા હોતી નથી. ધીરજથી ભગવશે તેપણ ભેગવવાનું છે. દેવ, દાનવ, મંત્ર, તંત્ર, ઔષધ આદિ તથા સ્ત્રી, પુત્ર, મિત્ર, બાંધવ, સેવક, સુભટ