________________
૧૩૬ :
સધિ-સંપાન (૧૩) જિનશાસનને પુષ્ટ કરનાર અને સંશય આદિ અંધકાર દૂર કરવામાં સૂર્ય સમાન જે ભગવાનના અનેકાંતરૂપ આગમનું શ્રવણ, પન, પ્રવર્તનમાં ચિંતવનરૂપ ભક્તિ વડે પ્રવર્તવું તે પ્રવચન ભક્તિ છે.
(૧૪) અવશ્ય કરવા યોગ્ય છે આવશ્યક છે. તે અશુભ કર્મના આસવને રોકી મહા નિર્જરા કરનારાં છે, અશરણને શરણરૂપ છે, આવાં આવશ્યકને એકાગ્ર ચિત્તથી ધારણ કરે, નિરંતર એની જ ભાવના ભાવે.
(૧૫) જિનમાર્ગની પ્રભાવનામાં નિત્ય પ્રવર્તન કરો. જિનમાર્ગની પ્રભાવના ભાગ્યશાળી પુરુષથી થાય છે. અનેક પુરુષની વીતરાગ ધર્મમાં પ્રવૃત્તિ અને કુમાર્ગને અભાવ પ્રભાવના વડે જ થાય છે.
(૧૬) ધર્મ પ્રત્યે, ધર્માત્મા પુરુષ પ્રત્યે, ધર્મનાં આયતન (સ્થાન) પ્રત્યે, અને પરમાગમનાં અનેકાંતરૂપ વચને પ્રત્યે પરમ પ્રીતિ કરવી તે વાત્સલ્ય ભાવના છે. આ વાત્સલ્ય અંગ સમસ્ત અંગેમાં પ્રધાન છે, દુર્ધર મેહ તથા માનને નાશ કરનાર છે.
- આ પ્રમાણે મોક્ષનાં સુખ દેનારી આ સોળ કારણભાવનાઓને જે ભવ્ય જીવ સ્થિર ચિત્ત કરીને ભાવે છે, ચિંતવન કરે છે, જેના આત્મામાં તે પરિણામ પામે છે, તે સમસ્ત જીવનું કલ્યાણ કરનાર તીર્થંકરપણું પામી પંચમ ગતિ એટલે મેક્ષ પામે છે.
સોળકારણની સમુચ્ચયરૂપ ભાવના સમાપ્ત.