________________
વિશુદ્ધિ-પદ્ય
૧૩૭
દશનવિશુદ્ધિભાવના પદ્યમાં –
(હરિગીત) - હે ભવ્ય છે ! જાણજે આ યુગ નર ભવને ભલે,
તેને સફળ કરવા ચહો તે, વચન આ શુભ સાંભળે; શુદ્ધ આત્મા ઓળખે, તેની પ્રતીતિ દ્રઢ કરે, તેને સુદર્શન જાણીને, નિર્મળપણે પ્રીતિ ધરે. ૧ સુદર્શન સૌ ધર્મનું મૂળ સત્ય શાસ્ત્રોમાં કહ્યું, તેના વિના મુનિ-ધર્મ કે શ્રાવકપણું કહે ક્યાં રહ્યું ? જ્ઞાન પણ અજ્ઞાન ને, ચારિત્ર કુચારિત્ર છે, તપને કુતપ આગમ કહે, સમ્યફ વિના ગુણુ ક્યાં રહે ? ૨ ચાર ગતિમાં જીવ ભમે, સમક્તિ વિના બહુ કાળથી, જન્મ-મરણે ટાળવા, રાખે હદયમાં કાળજી; ત્રાસ ધર ભવ-ભ્રમણને, ઈચ્છે અહીંથી છૂટવા, આત્મિક સુખ અનંત અવિનાશી ગ્રહો જો લૂંટવા ૩ તે સુખ જે પરદ્રવ્યનાં, ઈદ્રિયથી જે માણતા, તેને ગણુને તુચ્છ, અભિલાષા નહીં ઉર આણતા; નિર્મળ કરે સમ્યકદર્શન, પ્રીતિ અતિશય આણીને, વિસ્મરણ કરો સંસારનું, ને સ્વરૂપ સાચું જાણીને. ૪ દર્શનવિશુદ્ધિ મેક્ષમાતા, દુર્ગતિને છેદતી, પંદર બીજી શુભ ભાવનાનું મૂળ બની ઊછેરતી; સંસાર દુઃખરૂપ તિમિર ટાળે, સૂર્ય સમ આ અંગ છે, દર્શન-વિશુદ્ધિ ભવ્ય જીવને પરમ શરણ અભંગ છે. પ