________________
૧૩૮
સમાધિ-પાન સ્વદ્રવ્ય ને પરદ્રવ્યને, વિજ્ઞાન બળથી પારખી, ભિન્ન કરજે ભેદજ્ઞાને, લક્ષણેને નીરખી; સદગુરુના સધની, કર શેધ શ્રદ્ધા ધારજે, સત્સંગથી ઉલ્લાસ સત્પરુષાર્થ માંહિ વધારજો. ૬ કર્મના ઉદયે ધર્યો આ દેહ તે નિજ માનતે, અનાદિના મિથ્યાત્વથી, નથી સ્વ પર ભેદ પિછાનતે; ચારે ગતિમાં ભ્રમણ કરતે, જ્ઞાનનેત્ર રહિત આ, સ્વરૂપ ભૂલી ભટકતે, સંસારવન દુઃખકર મહા. ૭ નહિ દેવ સાચા ઓળખ્યા, નહિ ભેદ ધર્મ કુધર્મને, સદ્દગુરુ કુગુરુ ભેદ નહિ, નહિ પુણ્ય કે પાપાદિને; આ લેક કે પરલેકને, નહિ ગ્રાહ્ય–ત્યાજ્ય વિચાર કે, નથી ભક્ષ્ય કે અભક્ષ્યને, સત્સંગ કે કુસંગને- ૮ નિર્ણય નથી સશાસ્ત્ર કે, કુશાસ્ત્રને ઍવને હજી, કર્મફળના રસ વિષે, નહિ ભેદ-બુદ્ધિ ઊપજી; નહિ હિત કે અહિતની, પ્રગટી પિછાન અચૂક કે, પર દ્રવ્યમાં રહી લાલસા, તેથી ન ફ્લેશે મૂકતે. ૯ સદ્ભાગ્ય આદિ લબ્ધિથી, ઉત્તમ કુળાદિ પામિ, સર્વજ્ઞનાં સ્વાદુવાદી વચને, આત્મધર્મ પિછાનિયે; પ્રમાણ નય નિક્ષેપથી નિર્ણય કરે તે થયે, વૌતરાગ સમ્યકજ્ઞાની ગુરુને કૃપાપાત્ર કદી થયે. ૧૦ સદ્ગુરુ કૃપાથી બંધ પામે, અચળ નિશ્ચય આવીઓ, કે જાણનારે અવિનાશી આત્મરૂપ જણાવીએ;