________________
૧૩૯
દર્શન વિશુદ્ધિ-પદ્ય દેહાદિ સૌ પર દ્રવ્યથી, જુદો જણાયે લક્ષણેચેતના લક્ષણ થકી, જુદો રહે નહિ કે ક્ષણે. ૧૧. દેહ, જાતિ, નામ, કુળ, રૂપાદિ તદ્દન ભિન્ન છે, ને કામ, ક્રોધાદિ વિકારે, કર્મને આધીન છે; નિર્વિકારી, શુદ્ધ, જ્ઞાયક ભાવ કંકોત્કીર્ણ હું,
સ્ફટિકમણિ સમ શુદ્ધ, પણ પર સંગ-રંગ મલિન છું. ૧૨. ત્રણ અમૂઢતા :પરમહિત ઉપદેશતા, સર્વજ્ઞ શ્રી વતરાગ જે, રાગ-દ્વેષાદિ અઢારે, દોષમાં દે આગ જે; અનંતજ્ઞાન, અનંતદર્શન, વીર્ય–સુખ અનંત જ્યાં, અનંત આત્મિક ગુણ અવિનાશી પ્રગટ અત્યંત જ્યાં– ૧૩ એ આસ પૂજાપાત્ર છે, વંદન સ્તવનને છે, કામ-ક્રોધાદિ વડે વિષયાદિ જેને ભેગ્ય છે; ઈદ્રિયજ્ઞાને જાણતા જે, નિર્વિકાર નથી થયા, તે દેવ શ્રદ્ધાપાત્ર શાના? જે ન સમજ્યા શું દયા? ૧૪ સર્વજ્ઞ શ્રી વીતરાગની વાણુ સદા સશાસ્ત્ર છે, પ્રત્યક્ષ અનુમાનાદિથી, અવિરેધ, શ્રદ્ધાપાત્ર છે; જે અહિંસારૂપ ધર્મને, સંસારતારક જ્ઞાનને, આચાર શુદ્ધ બતાવતાં, આગમ કહે અનેકાંત તે. ૧૫ આત્મા પ્રગટ દર્શાવતાં, આગમ ભણે, સુણે, સ્તવે, વંદન કરે, શ્રદ્ધા કરે, વળી ગહન અર્થ પ્રકાશ; પણ રાગ-દ્વેષ વધારતાં, વિષય કષાય ઊછેરતાં, હિંસાદિને ઉપદેશતાં, વિષબીજ શાસ્ત્રો વેરતાં– ૧૬