________________
સન્માર્ગપ્રભાવના ભાવના
૨૪૯ અંગીકાર કરવા ગ્ય છે. આ પ્રકારે સર્વ પાપને નાશ કરનારી, ભાવને ઉજજ્વળ કરનારી આવશ્યક અપરિહાણિ ભાવના નિરંતર ભા.
૧૫. સમાગ પ્રભાવના ભાવના :
સન્માર્ગ એટલે એને સત્યાર્થ માર્ગ. તેને પ્રભાવ પ્રગટ કરે તે માર્ગપ્રભાવના છે. એ સન્માર્ગ રત્નત્રય છે. રત્નત્રય આત્માને સ્વભાવ છે. તેને મિથ્યાત્વ, રાગ, દ્વેષ, કામ, ક્રોધ, માન, માયા, લેભ એમણે અનાદિ કાળથી મલિન, વિપરીત કરી રાખે છે. પરમાગમનું શરણ પ્રાપ્ત કરી મારે મિથ્યાત્વ આદિ દોષને દૂર કરીને રત્નત્રય સ્વભાવને ઉજજ્વળ કરે ઘટે છે. આ મનુષ્ય જન્મ, ઇદ્રિયપૂર્ણતા, જ્ઞાન શક્તિ, પરમાગમનું શરણ, સાધર્મીઓને સમાગમ, ગાદિ રહિતપણું અને અતિ કલેશ રહિત આજીવિકા ઈત્યાદિ પુણ્યરૂપ સામગ્રી પામીને પણ જે મિથ્યાત્વ, કષાય, વિષય આદિથી મારા આત્માને મુક્ત નહીં કરું તે અનંતાનંત દુખથી ભરેલા આ સંસારસમુદ્રમાંથી અનંતકાળે પણ મારે છૂટકે થશે નહીં. જે સામગ્રી અત્યારે મળી છે તે અનંતકાળે પણ મળવી અતિ દુર્લભ છે. અંતરંગ અને બહિરંગ સર્વ સામગ્રી પામ્યા છતાં પણ જે આત્માના પ્રભાવને પ્રગટ નહીં કરું તે અચાનક કાળ આવીને સર્વ સંયે હરી લેશે; તેથી હમણું જ રાગ, દ્વેષ, મેહ દૂર કરીને મારું શુદ્ધ વીતરાગ સ્વરૂપ અનુભવાય તેવા ધ્યાન, સ્વાધ્યાયમાં મારે તત્પર થવું જોઈએ. બાહ્ય પ્રવૃત્તિ માટે ઉજજ્વળ કરીને અંતર્ગત ધર્મને પ્રભાવ પ્રગટ