________________
૧૩૩
સેળ કારણભાવના ભાવના ભાવી નરકે જાય. પછી નરકમાંથી નીકળી તીર્થંકર થઈને નિર્વાણ પ્રાપ્ત કરે છે. પૂર્વભવમાં સળ કારણભાવના. વડે જે તીર્થંકર પ્રકૃતિ બાંધે છે તેને પાંચે કલ્યાણક મહેત્સથી મહિમા વિસ્તરે છે. જે વિદેહ ક્ષેત્રેમાં ગૃહસ્થપણામાં તીર્થંકર પ્રકૃતિ બાંધે તે જ ભવમાં ઇંદ્રાદિક દ્વારા તપ, જ્ઞાન અને નિર્વાણ વખતે પૂજા પામી નિર્વાણ પ્રાપ્ત કરે છે. કેઈ વિદેહ ક્ષેત્રમાં મુનિવ્રત ધારણ કર્યા પછી કેવળીની સમક્ષ સોળ કારણભાવના ભાવી એ જ ભવમાં તીર્થંકર થઈ જ્ઞાન કલ્યાણક અને નિર્વાણ કલ્યાણકની બે પૂજા પ્રાપ્ત કરે છે. દીક્ષા પહેલાં લીધેલી હોવાથી તપ કલ્યાણકની પૂજા થતી નથી. જેણે તીર્થંકર પ્રકૃતિ બાંધી હોય તે ભવત્રિક (ભવનવાસી, વ્યંતર અને તિષ્ક) દેને, અન્ય મનુષ્ય-તિર્યંચને, ભેગ ભૂમિમાં, સ્ત્રીનપુંસકને, એકેન્દ્રિય, બેઇદ્રિય, ત્રિઈદ્રિય કે ચતુરિંદ્રિય આદિ અસંસીને ભવ કરે નહીં, નરકની ત્રીજી પૃથ્વીથી નીચેની પૃથ્વીમાં ઊપજે નહીં. સળ કારણભાવનાઓ કુંગતિનું નિવારણ કરનારી છે. સેળ કારણભાવના પ્રાપ્ત થયા પછી ત્રીજે ભવે નિર્વાણ થાય છે. તેથી તે મોક્ષનું કારણ છે. તીર્થંકરપણાની ત્રાદ્ધિ સળ કારણભાવનાથી જ ઊપજે છે. તેથી હે સોળ કારણભાવના ! હું તને નમસ્કાર કરી તારું સ્તવન કરું છું.
(૧) હે ભવ્ય છે ! આ દુર્લભ મનુષ્યભવમાં પચીસ દોષરહિત દર્શનવિશુદ્ધિ નામની ભાવના ભાવો. સમ્યકદર્શનને નાશ કરનાર દોષને તજવા તે જ સમ્યક્દર્શનની ઉજવળતા.