________________
૨૨.
હૃદયથી અવલોકન કરવું, તેનાં મન, વચન, કાયાની પ્રત્યેક ચેષ્ટાનાં અદ્ભુત રહસ્ય ફરી ફરી નિદિધ્યાસન કરવાં તેઓએ સમ્મત કરેલું સર્વ સમ્મત કરવું. નિમં? "
આ જ્ઞાનીઓએ હૃદયમાં રાખેલું, નિર્વાણને અર્થે માન્ય રાખવા યોગ્ય, શ્રદ્ધવા ગ્ય, ફરી ફરી ચિતવવા ગ્ય, ક્ષણે ક્ષણે, સમયે સમયે તેમાં લીન થવા ગ્ય, પરમ રહસ્ય છે. અને એ જ સર્વ શાસ્ત્રને, સર્વ સંતના હૃદયને, ઈશ્વરના ઘરને મર્મ પામવાને મહા માર્ગ છે. અને એ સઘળાનું કારણ કોઈ વિદ્યમાન પુરુષની પ્રાપ્તિ, અને તે પ્રત્યે અવિચળ શ્રદ્ધા એ છે.
અધિક લખવું? આજે, ગમે તે કાલે, ગમે તે લાખ વર્ષે અને ગમે તે તેથી મોડે અથવા વહેલે, એ જ સૂયે, એ જ પ્રાપ્ત થયે છૂટકે છે. સર્વ પ્રદેશે મને તે એ જ સમ્મત છે.
પ્રસંગે પાત્ત પત્ર લખવાને લક્ષ રાખીશ. આપના પ્રસંગીઓમાં જ્ઞાનવાર્તા કરતા રહેશે, અને તેમને પરિણામે લાભ થાય એમ મળતા રહેશે.
અંબાલાલથી આ પત્ર અધિક સમજવાનું બની શકશે. આપ તેની વિદ્યમાનતાએ પત્રનું અવલોકન કરશો, અને તેના તેમજ ત્રિભવન વગેરેના ઉપયોગ માટે જોઈએ તે પત્રની પ્રતિ કરવા આપશે. મિતિ એ જ—એ જ વિજ્ઞાપન. સર્વકાળ એ જ કહેવા માટે જીવવા ઈચ્છનાર
રાયચંદની વંદના.