________________
3.
૪.
પ.
૨૧
અનાદિ કાળના પરિભ્રમણમાં અનંતવાર શાસ્રશ્રવણ, અનંતવાર વિદ્યાભ્યાસ, અનંતવાર જિનદીક્ષા, અનંતવાર આચાયૅપણું પ્રાપ્ત થયું છે. માત્ર, ‘સત્' મળ્યા નથી, ‘સત્' સુણ્યું નથી, અને ‘સત્' શ્રધ્યું નથી, અને એ મળ્યે, એ સુલ્યે, અને એ શ્રધ્યે જ છૂટવાની વાર્તાના આત્માથી ભણકાર થશે.
મેાક્ષના માર્ગ બહાર નથી, પણ આત્મામાં છે. માર્ગને પામેલા માર્ગ પમાડશે.
એ અક્ષરમાં માર્ગ રહ્યો છે, અને અનાદિ કાળથી એટલું બધું કર્યા છતાં શા માટે પ્રાપ્ત થયેા નથી તે વિચારો.
(૧૭૨)
૧૫
મેાહમયી, કાર્તિક સુદિ ૧૪, બુધ, ૧૯૪૭
સજિજ્ઞાસુ-માર્ગાનુસારી મતિ,
ખંભાત.
ગઈ કાલે પરમ ભક્તિને સૂચવનારું આપનું પત્ર મળ્યું. આહ્લાદની વિશેષતા થઈ.
અનંત કાળથી પેાતાને પાતા વિષેની જ ભ્રાંતિ રહી ગઇ છે; આ એક અવાચ્ય, અદ્ભુત વિચારણાનું સ્થળ છે. જ્યાં મતિની ગતિ નથી, ત્યાં વચનની ગતિ કયાંથી હેાય? નિરંતર ઉદાસીનતાના ક્રમ સેવવા; સત્પુરુષની ભક્તિ પ્રત્યે લીન થયું; સત્પુરુષાનાં ચિરત્રનું સ્મરણ કરવું; સત્પુરુષાનાં લક્ષણનું ચિંતન કરવું; સત્પુરુષોની મુખાકૃતિનું