________________
કે તારાથી વિમુખ થવાય એવી વૃત્તિઓએ જ પ્રવર્તે છે, તેને પ્રસંગ છે અને વળી કોઈ કારણોને લીધે તેને તારા સન્મુખ થવાનું જણાવતાં છતાં તેનું અનંગીકારપણું થવું એ અમને પરમદુઃખ છે. અને જે તે ગ્ય હશે તે તે ટાળવાને હે નાથ ! તું સમર્થ છે, સમર્થ છે. મારું સમાધાન ફરી ફરી હે હરિ! સમાધાન કર.
૧૪
(૧૬૬)
મુંબઈ, કાર્તિક સુદ ૬, ભેમ, ૧૯૪૭ સપુરુષના એકેક વાક્યમાં, એકેક શબ્દમાં, અનંત આગમ રહ્યા છે, એ વાત કેમ હશે?
નીચેના વાક્યો પ્રત્યેક મુમુક્ષુઓને મેં અસંખ્ય સપુરુષની સમ્મતિથી મંગળરૂપ માન્યાં છે, મેક્ષનાં સર્વોત્તમ કારણરૂપ માન્યાં છે – ૧. માયિક સુખની સર્વ પ્રકારની વાંછા ગમે ત્યારે પણ
છોડ્યા વિના છૂટકે નથી; તે જ્યારથી એ વાક્ય શ્રવણ કર્યું, ત્યારથી જ તે કમને અભ્યાસ કરે
ગ્ય જ છે એમ સમજવું. કોઈ પણ પ્રકારે સદ્ગુરુને શેધ કરે; શેધ કરીને તેના પ્રત્યે તન, મન, વચન અને આત્માથી અર્પણબુદ્ધિ કરવી; તેની જ આજ્ઞાનું સર્વ પ્રકારે નિશક્તાથી આરાધન કરવું અને તે જ સર્વે માયિક વાસનાને અભાવ થશે એમ સમજવું.