________________
અભીર્ણ જ્ઞાનપગ ભાવના
૧૭૯ સ્વરૂપમાં એકમેક જેવા થઈ રહ્યા છે. એવી ભાવના થાઓ કે ભગવાનની વાણુરૂપ પરમાગમના સેવનના પ્રભાવથી મારે આત્મા રાગ દ્વેષાદિથી ભિન્ન પોતાના જ્ઞાયકસ્વભાવરૂપમાં જ સ્થિર થાય અને રાગાદિને વશ ન થાય. એ જ મારા આત્માનું કલ્યાણ છે.
| નવીન શિવેની આગળ શ્રતના અર્થને એ પ્રકાશ કરે કે સંશય આદિ રહિત શિષ્યના હદયમાં જેમ છે તેમ સ્વપર પદાર્થોનું સ્વરૂપ પ્રગટ થઈ જાય. પાપ પુણ્યનું સ્વરૂપ, લેક અલેકનું સ્વરૂપ, મુનિ-શ્રાવકના ધર્મનું સ્વરૂપ, સત્યાર્થ નિર્ણયરૂપ થઈ જાય તે જ્ઞાનાભ્યાસ કરે. પિતાના ચિત્તમાં સંસાર, દેહ અને ભેગે પ્રત્યે અનાસક્તિ (રાગ્ય) ચિંતવવી. સંસાર, દેહ અને ભેગના યથાર્થ સ્વરૂપનું ચિંતવન કરવાથી રાગ, દ્વેષ અને મેહ જ્ઞાનને વિપરીત નહીં કરી શકે. | સર્વ દ્રવ્યોમાં એકમેક રહ્યા છતાં આત્માને ભિન્ન અનુભવ થાય તે જ જ્ઞાનપગ છે. જ્ઞાનના અભ્યાસ વડે વિષયેની વાંછા નાશ પામે છે. કષાયને અભાવ થાય છે. માયા, નિદાન અને મિથ્યા એ ત્રણ શલ્ય રહિત થવાય છે. જ્ઞાનના અભ્યાસથી જ મન સ્થિર થાય છે. અનેક પ્રકારના વિકલપ નાશ પામે છે. ધર્મધ્યાનમાં અને શુક્લ ધ્યાનમાં સ્થિર થવાય છે. વ્રત, સંયમથી ચલાયમાન થવાતું નથી. અશુભ કર્મોને નાશ થાય છે. જિનેન્દ્રનું શાસન (આજ્ઞા ) પ્રવર્તે છે. જિન ધર્મની પ્રભાવના પણ જ્ઞાનાભ્યાસ કરીને જ થાય છે. જ્ઞાનના અભ્યાસથી લેકેના હૃદયમાં પૂર્વનાં કરેલાં