________________
૧૭૮
સમાધિ-સોપાન પિતાના સ્વભાવથી ચળવું નહીં તેને જ મુનીશ્વર શીલ કહે છે. શીલ નામને ગુણ સર્વ ગુણેમાં મટે છે. શીલવાળા પુરુષનું થોડું વ્રત, તપ ઘણું ફળ આપે છે. શીલ રહિત ઘણું તપ, વ્રત હોય તે પણ નિષ્ફળ થાય છે. આમ જાણે પિતાના આત્મામાં શીલની શુદ્ધતા પ્રાપ્ત થાય તેટલા માટે શીલને જ નિત્ય પૂજે. આ શીલવત મનુષ્ય જન્મમાં જ પાળી શકાય છે, અન્ય ગતિમાં બનતું નથી. તેથી મનુષ્ય જન્મ સફળ કરવા ઈચ્છતા હે તે શીલની જ નિર્મળતા કરે. ૪. અભીણ જ્ઞાનેપગ ભાવના :
હે આત્મન્ ! આ મનુષ્ય જન્મ પામીને નિરંતર જ્ઞાન-અભ્યાસ જ કરે. જ્ઞાનના અભ્યાસ વિના એક ક્ષણ પણ ગુમાવે નહીં. જ્ઞાનનાં અભ્યાસ વિના મનુષ્ય પશુ સમાન છે, તેથી યંગ્ય કાળમાં જિનાગમને પાઠ કરે અને સમભાવ થાય ત્યારે ધ્યાન કરે. શાસ્ત્રના અર્થનું ચિંતન કરે. વિશેષ જ્ઞાની ગુરુજન પ્રત્યે નમ્રતા, વંદના, વિનય આદિ કરે. ધર્મશ્રવણ કરવાની ઈચ્છાવાળા હોય તેમને ધર્મને ઉપદેશ કરે. આને અભીષ્ણ-જ્ઞાને પગ કહે છે.
આ અભણ જ્ઞાનપગ નામના ગુણનું આઠ દ્રવ્યોથી પૂજન કરીને અર્થ ઉતારે અને પુષ્પની અંજલિ આગળ મૂકે. અહીં જ્ઞાન ઉપગ છે તે ચૈતન્યની પરિણતિ છે, તેથી જ ક્ષણે ક્ષણે નિરંતર ચૈતન્યની ભાવના કરવી. - અનાદિ કાળથી કામ, ક્રોધ, અભિમાન, લેભાદિને સંગ મને વળગી રહ્યો છે. અનાદિન એ સંસ્કાર મારા ચૈતન્ય