________________
૧૮૦
સમાધિ-પાન પાપના સંચયરૂપ દેવું હોય તે પતી જાય છે. અજ્ઞાની જીવ ઘેર તપવડે કરડે ભવમાં જેટલાં કર્મ ક્ષય ન કરે તેટલા– બલકે તેથી વધુ કર્મોને ક્ષય જ્ઞાની આત્મા અંતર્મુહૂર્તમાં કરે છે. જિન ધર્મને સ્તંભ જ્ઞાનને અભ્યાસ જ છે. જ્ઞાનના જ પ્રભાવથી સર્વ વિષયેની વાંછા છેડી સંતોષ ધારણ થાય છે. ઉત્તમ ક્ષમા આદિ ગુણો પ્રગટ થાય છે. ભક્ષ્ય–અભક્ષ્યને, યેગ્ય-અયોગ્યને, ત્યાગવા યોગ્ય કે ગ્રહણ કરવા ગ્યને વિચાર પ્રાપ્ત થાય છે. જ્ઞાન વિના પરમાર્થ અને વ્યવહાર બને નાશ પામે છે. જ્ઞાનરહિત રાજપુત્રને પણ નિરાદર થાય છે. જ્ઞાન સમાન કેઈ ધન નથી; જ્ઞાનના દાન સમાન કઈ દાન નથી. દુઃખી, સુખી સર્વને સદા જ્ઞાન જ શરણરૂપ છે. સ્વદેશ પરદેશ સર્વત્ર આદરમાન અપાવનાર પરમ ધનરૂપ જ્ઞાન જ છે. જ્ઞાનધન કેઈથી ચેરી શકાતું નથી. કેઈને આપવાથી ઘટતું નથી. જ્ઞાન જ સમ્યક્દર્શન પ્રાપ્ત કરાવે છે. જ્ઞાનથી જ મોક્ષ થાય છે. સમ્યકજ્ઞાન આત્માનું અવિનાશી સ્વાધીન ધન છે. જ્ઞાન વિના સંસાર સમુદ્રમાંથી ડૂબતા પ્રાણીને હાથ પકડી કેણ ઉદ્ધાર કરે ?
વિદ્યા સમાન આભૂષણ નથી. વિદ્યા વિના એકલાં આભૂષણથી જ સત્પરુષના આદરને યેગ્ય બનતું નથી. નિર્ધનને પરમ નિધાન પ્રાપ્ત કરાવનાર એક સમ્યકજ્ઞાન જ છે. તેથી હે ભવ્ય જી ! ભગવાન પરમકૃપાળુ વીતરાગ ગુરુ તમને એ ઉપદેશ કરે છે કે પિતાના આત્માને સમ્યજ્ઞાનના અભ્યાસમાં જ લગાવે, જેડ. મિથ્યાદ્રાષ્ટઓના પ્રરૂપેલા મિથ્યાજ્ઞાનને દૂરથી તજે. સમ્યક અને મિથ્યાની (સાચાખેટાની) પરીક્ષા કરીને સમ્યકજ્ઞાન ગ્રહણ કરે. પિોતાનાં