________________
૧૩૪ છે. કેમકે ઉત્તમ કાળમાં પણ તે યંગનું દુર્લભપણું હોય છે, એમ છતાં પણ સાચી મુમુક્ષુતા જેને ઉત્પન્ન થઈ હોય, રાત્રિદિવસ આત્મકલ્યાણ થવાનું તથારૂપ ચિંતન રહ્યા કરતું હોય, તેવા પુરુષને તેને ચાગ પ્રાપ્ત થ સુલભ છે. “આત્માનુશાસન” હાલ મનન કરવા યોગ્ય છે.
શાંતિઃ
(૯૦૧)
૯૩
મુંબઈ, કારતક સુદ ૧૫, ૧૯૫૬
ગુરુ ગણધર ગુણધર અધિક, પ્રચુર પરંપર ઓર, તતપધર, તનુ નગનધર, વદી વૃષસિરર.
જગત વિષયના વિક્ષેપમાં સ્વરૂપવિભ્રાંતિ વડે વિશ્રાંતિ પામતું નથી.
અનંત અવ્યાબાધ સુખને એક અનન્ય ઉપાય સ્વરૂપસ્થ થવું તે જ છે. એ જ હિતકારી ઉપાય જ્ઞાનીએ દીઠો છે.
ભગવાન જિને દ્વાદશાંગી એ જ અર્થે નિરૂપણ કરી છે, અને એ જ ઉત્કૃષ્ટતાથી તે શોભે છે, જયવંત છે.
જ્ઞાનીનાં વાક્યના શ્રવણથી ઉલ્લાસિત થતે એ જીવ, ચેતન, જડને ભિન્ન સ્વરૂપ યથાર્થપણે પ્રતીત કરે છે, અનુભવે છે, અનુક્રમે સ્વરૂપસ્થ થાય છે.
યથાસ્થિત અનુભવ થવાથી સ્વરૂપસ્થ થવા ગ્ય છે.
દર્શનમેહ વ્યતીત થવાથી જ્ઞાનીના માર્ગમાં પરમ ભક્તિ સમુત્પન્ન થાય છે, તત્વપ્રતીતિ સમ્યપણે ઉત્પન્ન થાય છે.