SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ સમાપ્રિ-સાપાન સમ્યક્દ્ગષ્ટિને પરલોકના ભય પણ નથી હાતા. જેમાં સમસ્ત વસ્તુઓનું અવલાકન કરાય તે લેાક છે. તેથી આપણા લાક તે જ્ઞાનદર્શન છે. કારણકે તેમાં સમસ્ત વસ્તુએ પ્રતિષ્કિંખરૂપે દેખાય છે. જે સમસ્ત વસ્તુઓ દેખાય છે તેનું આપણા જ્ઞાનસ્વભાવમાં અવલેાકન થાય છે. આપણા જ્ઞાન ઉપરાંતની કોઈ વસ્તુને આપણે દેખતા નથી, જાણતા નથી. આપણું જ્ઞાન કદાચિત્ નિદ્રાવડે ઢંકાઈ જાય કે રાગાદિકને લીધે મૂર્છા આવવાથી અવરાઈ જાય તેા બધું વિશ્વ વિદ્યમાન છે તેા પણ ન હાય તેના જેવું થયું. તેથી આપણા લોક તો આપણું જ્ઞાન જ છે. આપણા જ્ઞાન ઉપરાંત કોઈ વસ્તુ દેખવામાં, જાણવામાં આવતી નથી. આપણા જ્ઞાન બહાર જે લેાક છે, તેમાં જે અનેક પ્રકારનાં નરક, સ્વર્ગ છે તે સર્વજ્ઞ ભગવાનને પ્રત્યક્ષ છે. પણ તે સર્વે આપણા સ્વભાવથી ભિન્ન છે. પુણ્યના ઉદય છે તે દેવાદિ શુભગતિ આપનાર છે, પાપના ઉય છે તે નરકાદ્ધિ અશુભગતિ આપનાર છે. પાપ, પુણ્ય બન્નેય વિનાશી છે. સ્વર્ગ, નરકાકિ પુણ્યપાપનું ફળ પણ વિનાશી છે. પરંતુ આત્મા, જ્ઞાન, દર્શન, સુખ, વીર્યના અવિનાશીપણાને ધારણ કરનાર અખંડ અવિનાશી છે, માક્ષે લઈ જનાર છે. તેથી મારે લેાક મારામાં જ છે. તેમાં જ સમસ્ત વસ્તુનું અવલેષ્ઠન કરતા હું વસું છું. આ પ્રમાણે પરલોકના ભય જેમને નથી એવા સમ્યદૃષ્ટિ નિઃશંક હોય છે. ૧૪ સ્પર્શન (ચામડી), રસના (જીભ), ઘ્રાણુ (નાક), નેત્ર અને કાન એ પાંચ ઇંદ્રિય અને મનખળ, વચનબળ અને કાયાબળ તથા આયુષ્ય અને શ્વાસેાાસ એ બાહ્ય પ્રાણા કર્મથી બનેલા છે, પુદ્ગલમય છે; આ પ્રાણાના નાશને
SR No.007124
Book TitleSamadhi Sopan
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1983
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy