________________
નિશક્તિ અંગ
૧૫.
જગતમાં મરણ કહે છે. અને આત્માનાં જ્ઞાન, દર્શન, સુખ, સત્તારૂપ ભાવ પ્રાણ છે તેને નાશ કોઈ કાળે પણ થાય નહીં. જે ઊપજે છે તે મરશે. જે પુગલ-પરમાણુને જ થઈ ઇકિયાદિ પ્રાણસ્વરૂપે ઊપજે છે તેને જ નાશ થાય છે. મારા સ્વભાવરૂપ જ્ઞાન, દર્શન, સુખ, સત્તા કેઈ કાળે પણ વિનાશી નથી. ઇંદ્રિયાદિક પ્રાણ પર્યાય (મનુષ્યાદિ શરીર) સાથે જ ઊપજે છે, વિનાશ પામે છે. પરંતુ હું તે ચૈતન્ય અવિનાશી છું એવા નિશ્ચયના ધારક સમ્યફદ્રષ્ટિને મરણના ભયની શંકા થતી નથી. | વેદના-ભયને જીતીને સમ્યફદ્રષ્ટિ નિઃશંક થયા છે. વેદના એટલે વેદવું, જાણવું. જાણવાવાળે તે હું જીવ છું; એક પિતાના અચલ જ્ઞાનને અનુભવ કરવો એ રૂપ જે વેદન તે તે અવિનાશી છે, આ જ્ઞાનના અનુભવરૂપ વેદના તે શરીર સંબંધી નથી. વેદનીય કર્મથી ઉત્પન્ન થયેલી સુખદુઃખરૂપ વેદના છે તે મેહના પ્રબળપણથી આત્મામાં દેખાય છે. તે મારું સ્વરૂપ નથી, ચેતનરૂપ નથી, શરીરમાં છે, હું એથી ભિન્ન જ્ઞાતા છું. આ પ્રકારે જ્ઞાન–વેદનાથી દેહની વેદનાને ભિન્ન જાણનાર સમ્યફદૃષ્ટિ નિઃશંક હોય છે.
અરક્ષાભય પણ સમ્યફદૃષ્ટિને નથી હોતું, કારણ કે જગતમાં જે સરૂપ વસ્તુ છે તેને ત્રણે કાળમાં નાશ નથી, એ એમને દ્રઢ નિશ્ચય છે. તેથી પિતાને જ્ઞાનસ્વરૂપ આત્મા પણ કેઈની મદદ વગર જ પિતે સત્ છે. એની રક્ષા કરવા માટે કેઈની જરૂર નથી; એને વિનાશ કરનાર પણ કેઈ નથી. જેને કેઈ વિનાશ કરનાર હોય તેને સાચવવા