________________
૨૫૨
સમાધિ-પાન કરવાથી પણ સન્માર્ગની પ્રભાવના થાય છે. વિષયને ઉપરને રાગ તજીને નિવાંછક થવાથી આત્માને પ્રભાવ પણ પ્રગટ થાય છે. ધર્મને માર્ગ પણ તપથી દીપે છે. દુર્ગતિને માર્ગ દૂર કરનાર તપ છે. તપ વિના તે કામાદિ વિષય જ્ઞાન અને ચારિત્રને નાશ કરે છે. તપના પ્રભાવથી કામને ક્ષય થાય છે; જીભની ચપળતા, લાલસા નાશ પામે છે. તેથી રત્નત્રયની પ્રભાવના તપથી દ્રઢ થાય છે.
જિદ્રનાં પ્રતિબિંબની પ્રતિષ્ઠા કરવી, નિંદ્રનું મંદિર કરાવવું. પ્રતિષ્ઠા કરાવવાથી જ્યાં સુધી જિનબિંબ રહે, ત્યાં સુધી દર્શન, સ્તવન, પૂજન આદિથી અનેક ભવ્ય જી પુણ્ય ઉપાર્જન કરશે. જિનમંદિર કરાવે છે તે ગૃહસ્થનું ધનવાનપણું પણ સફળ થાય છે. પૂજન, રાત્રિ–જાગરણ, શાસ્ત્રોનું વ્યાખ્યાન-શ્રવણ-પઠન, જિતેંદ્રનું સ્તવન, સામાયિક, પ્રતિક્રમણ, અનશનાદિ તપ, નૃત્ય, ગાન, ભજન, ઉત્સવ, જિનમંદિર હોય તે જ બને છે. જિનમંદિર વિના ધર્મને માટે સમસ્ત સમાગમ બની શકતું નથી. સ્વપરના પરમ ઉપકારનું મૂળ પ્રતિષ્ઠા કરવી અને જિનમંદિર કરાવવું એ છે.
ઉત્કૃષ્ટ ધર્મને માર્ગ તે સર્વ પરિગ્રહને ત્યાગ કરી વીતરાગતા અંગીકાર કરવી એ છે. પરંતુ જેને પ્રત્યાખ્યાન કે અપ્રત્યાખ્યાન નામને કષાય ઉપશમે નથી તેનાથી ગૃહ-સંપદા છેડી શકાય નહીં. ધન-સંપદા બહુ હોય તે પ્રથમ જેનું અન્યાયથી ધન લીધું હોય, તેની પાસે જઈને પિતાને દોષની ક્ષમા માગીને તેનું ધન પાછું આપી દેવું. તેથી વિશેષ ધન હોય તે નવું ધન કમાવાનું બંધ કરવું.