________________
=
જ્ઞાનીને વિષે પિતા સમાન ક૫ના રહ્યા કરે છે; પિતાની કલ્પના પ્રમાણે જ્ઞાનીના વિચારનું, શાસ્ત્રનું તેલન કરવામાં આવે છે; થેડું પણ ગ્રંથ સંબંધી વાંચનાદિ જ્ઞાન મળવાથી ઘણું પ્રકારે તે દર્શાવવાની જીવને ઈચ્છા રહ્યા કરે છે. એ વગેરે જે દેષ તે ઉપર જણાવ્યા એવા જે ત્રણ દોષ તેને વિષે સમાય છે અને એ ત્રણે દેશનું ઉપાદાન કારણ એ તે એક “સ્વચ્છેદ' નામને મહાદોષ છે અને તેનું નિમિત્તકારણ અસત્સંગ છે.
જેને તમારા પ્રત્યે, તમને પરમાર્થની કોઈ પ્રકારે કંઈ પણ પ્રાપ્તિ થાઓ એ હેતુ સિવાય બીજી પૃહા નથી, એ હું તે આ સ્થળે સ્પષ્ટ જણાવવા ઈચ્છું છું, અને તે એ કે ઉપર જણાવેલા દેષો જે વિષે હજુ તમને પ્રેમ વર્તે છે;
જાણું છું', “સમજું છું, એ દોષ ઘણી વાર વર્તવામાં પ્રવર્તે છે; અસાર એવા પરિગ્રહાદિકને વિષે પણ મહત્તાની ઈચ્છા રહે છે, એ વગેરે જે દોષો તે, ધ્યાન, જ્ઞાન એ સર્વેનું કારણ જે જ્ઞાની પુરુષ અને તેની આજ્ઞાને અનુસરવું તેને આડા આવે છે. માટે જેમ બને તેમ આત્મવૃત્તિ કરી તેને ઓછા કરવાનું પ્રયત્ન કરવું, અને લૌકિક ભાવનાના પ્રતિબંધથી ઉદાસ થવું એ જ કલ્યાણકારક છે, એમ જાણીએ છીએ.
૩૭
(૪૩૨)
મુંબઈ, ફાગણ સુદ ૭, ગુરુ, ૧૯૪૯ અંબાલાલને લખેલે કાગળ પહોંચ્યું હતું.
આત્માને વિભાવથી અવકાશિત કરવાને અર્થે અને સ્વભાવમાં અનવકાશપણે રહેવાને અર્થે કોઈ પણ મુખ્ય ઉપાય