________________
(૩૩
અનન્ય ભક્તિભાવ એટલે જેના જે બીજે નહીં એવો ભક્તિપૂર્વક ઉત્કૃષ્ટ ભાવ. | મુમુક્ષુ વૈ, યેગમાર્ગના સારા પરિચયી છે, એમ જાણું છું, સવૃત્તિવાળા જોગ્ય જીવ છે. જે પદને તમે સાક્ષાત્કાર પૂછો, તે તેમને હજુ થયે નથી.
પૂર્વકાળમાં ઉત્તર દિશામાં વિચરવા વિષેનું તેમના મુખથી શ્રવણ કર્યું. તે તે વિષે હાલ તે કંઈ લખી શકાય તેમ નથી. જોકે તેમણે તમને મિથ્યા કહ્યું નથી, એટલું જણાવી શકું છું.
જેના વચનબળે જીવ નિર્વાણમાગને પામે છે, એવી સજીવન મૂર્તિને પૂર્વકાળમાં જીવને જેગ ઘણી વાર થઈ ગયા છે, પણ તેનું ઓળખાણ થયું નથી. જીવે ઓળખાણ કરવા પ્રયત્ન કવચિત્ કર્યું પણ હશે, તથાપિ જીવને વિષે ગ્રહી રાખેલી સિદ્ધિયેગાદિ, રિદ્ધિયેગાદિ અને બીજી તેવી કામનાઓથી પિતાની દૃષ્ટિ મલિન હતી; દષ્ટિ જો મલિન હોય તે તેવી સામૂર્તિ પ્રત્યે પણ બાહ્ય લક્ષ રહે છે, જેથી ઓળખાણ પડતું નથી; અને જ્યારે ઓળખાણ પડે છે, ત્યારે જીવને કેઈ અપૂર્વ સ્નેહ આવે છે, તે એ કે તે મૂર્તિને વિયેગે ઘડી એક આયુષ્ય ભોગવવું તે પણ તેને વિટંબના લાગે છે, અર્થાત્ તેના વિશે તે ઉદાસીનભાવે તેમાં જ વૃત્તિ રાખીને જીવે છે; બીજા પદાર્થોના સંગ અને મૃત્યુ એ બને એને સમાન થઈ ગયાં હોય છે. આવી દશા જ્યારે આવે છે, ત્યારે જીવને માર્ગ બહુ નિકટ હોય છે એમ જાણવું. એવી દશા આવવામાં માયાની સંગતિ બહુ વિટંબના