________________
૩૪
મય છે; પણ એ જ દશા આણવી એવા જેને નિશ્ચય દૃઢ છે તેને ઘણું કરીને થાડા વખતમાં તે દશા પ્રાપ્ત થાય છે.
તમે બધાએ હાલ તે એક પ્રકારનું અમને બંધન કરવા માંડયું છે, તે માટે અમારે શું કરવું તે કાંઈ સૂઝતું નથી. ‘સજીવન મૂર્તિથી માર્ગ મળે એવા ઉપદેશ કરતાં પેાતે પાતાને બંધન કર્યું છે; કે જે ઉપદેશના લક્ષ તમે અમારા ઉપર જ માંડ્યો અમે તે સજીવન મૂર્તિનાદાસ છીએ, ચરણરજ છીએ. અમારી એવી અલૌકિક દશા પણ ક્યાં છે ? કે જે દશામાં કેવળ અસંગતા જ વર્તે છે. અમારા ઉપાધિયાગ તે! તમે પ્રત્યક્ષ દેખા તેવા છે.
આ બે છેલ્લી વાત તેા તમારા બધાને માટે મેં લખી છે, અમને હવે આખું બંધન થાય તેમ કરવા બધાને વિનંતી છે. બીજું એક એ જણાવવાનું છે કે તમે અમારે માટે કઇ હવે કોઈને કહેશેા નહીં. ઉદયકાળ તમે જાણા છે.
(૨૪૯)
૨૪
મુંબઈ, જેઠ સુદ ૭, શિન, ૧૯૪૭
ૐ નમઃ
કરાળ કાળ હાવાથી જીવને જ્યાં વૃત્તિની સ્થિતિ કરવી જોઈએ, ત્યાં તે કરી શકતા નથી.
સદ્ધર્મના ઘણું કરીને લેાપ જ રહે છે. તે માટે આ કાળને કળિયુગ કહેવામાં આવ્યો છે. .