________________
દનવિશુહિ પણ
૧૪૭ સુવિચાર સમ્યફ–કૃષ્ટિ કરતા, જાતિ હે જીવ! તુજ નહીં, કર્મનું ફળ, કર્મ-આધીન, વિનાશી, નહિ સ્થિર રહી. પપ મા-પક્ષની જાતિ કહી, કુળ પક્ષ પિતાને ગણે, ઉચ્ચ-નીચ જાતિ કુળમાં, ભવ ધર્યો અતિ આપણે ચંડાળણી કે ભીલડી, નટડી બની માતા કદી, વેશ્યા, ગધેડી, કાગડી, કે ભૂંડણ કે કૂતરી. પ૬ ઘણી વાર એવી માતની, કૂખે ધર્યા ભવ આપણે, તે જાતિનું અભિમાન ધારી, કેમ દર્શનને હણે? સંસારમાં નૌચ જાતિમાં, જીવ ભવ અનંત ધરે પછી, એક વાર જ ઊપજે કેઈ, ઉરચ જાતિમાં કદી. ૫૭ ફર નીચ જાતિમાં ભમે, જીવ ભવ અનંત કરી કરી, એમ વાર અનંત પામે, ઉચ્ચ જાતિ પણ વળી; તેય આ સંસારનું પરિભ્રમણ ન અટકયું હજી, તેથી મદ કર ઘટે ના, જાતિકુળ તણે કદી. ૫૮ સ્વર્ગના દેવે મહદ્ધિક, ઊપજે એકેન્દ્રમાં, કે શ્વાન આદિ પશુ થઈ, સુખ લેશ લે નહિ નીંદમાં ઉચ્ચ કુળધારી મરી, ચંડાળને ત્યાં ઊપજે, શે ગર્વ કરે કુળને ! મિથ્યાત્વને એ સૂચવે. ૫૯ જાતિ–કુળ તે સિદ્ધ સમ, આત્મન ! તમારું સત્ય એ, તે ભાન ભૂલી દેહનાં, જાતિ–કુળે લલચાય છે, માતા–પિતાના રુધિર વર્ષે, નૌપજતા નરેંચ દેહમાં, કરી જાતિકુળની કલ્પના, ગર્વે ભમે તન–ગેહમાં. ૬૦