________________
૭૯
વિષયાકાર એવાં કર્મ જ્ઞાનીને ઉદયમાં દેખી તે ભાવ પિતે આરાધવાપણું એ આદિ પ્રકાર છે,” તે જ અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લેભ છે. એ પ્રકાર વિશેષપણે સમજવા ગ્ય છે; તથાપિ અત્યારે જેટલું બન્યું તેટલું લખ્યું છે. ' ઉપશમ, ક્ષયપશમ અને ક્ષાયક સમ્યકત્વને માટે સંક્ષેપમાં વ્યાખ્યા કહી હતી, તેને અનુસરતી ત્રિભવનના મરણમાં છે.
જ્યાં જ્યાં આ જીવ જન્મે છે, ભવને પ્રકાર ધારણ કર્યા છે, ત્યાં ત્યાં તથા પ્રકારના અભિમાનપણે વર્યો છે; જે અભિમાન નિવૃત્ત કર્યા સિવાય તે તે દેહને અને દેહના સંબંધમાં આવતા પદાર્થોને આ જીવે ત્યાગ કર્યો છે, એટલે હજી સુધી તે જ્ઞાનવિચારે કરી ભાવ ગાળ્યો નથી, અને તે તે પૂર્વસંજ્ઞાઓ હજી એમ ને એમ આ જીવના અભિમાનમાં વર્તી આવે છે, એ જ એને લેક આખાની અધિકરણક્રિયાને હેતુ કહ્યો છે, જે પણ વિશેષપણે અત્ર લખવાનું બની શક્યું નથી. પત્રાદિ માટે નિયમિતપણા વિષે વિચાર કરીશ.
(૫૩૪)
૫૧
મુંબઈ, કાર્તિક સુદ ૩, બુધ, ૧૯૫૧
શ્રી સત્પષને નમસ્કાર શ્રી સૂર્યપુરસ્થિત, વૈરાગ્યચિત્ત, સત્સંગગ્ય શ્રી લલ્લુજી પ્રત્યે,
શ્રી મેહમયી ભૂમિથી જીવન્મુક્તદશાઈચ્છક શ્રી....ને આત્મસ્મૃતિપૂર્વક યથાયોગ્ય પ્રાપ્ત થાય. વિશેષ વિનંતિ કે