________________
શ્રવણ કરાવશે અને પ્રવૃત્તિક્ષેત્રથી જેમ અવકાશ મળે તથા સત્સંગ થાય તેમ કરશે. દિવસના ભાગમાં તે વધારે વખત અવકાશ લેવાનું બને તેટલે લક્ષ રાખે યેગ્ય છે.
સમાગમની ઈચ્છા સૌ મુમુક્ષુભાઈઓની છે એમ લખ્યું તે વિષે વિચારીશ. માગશર મહિનાના છેલ્લા ભાગમાં કે પિષ મહિનાના આરંભમાં ઘણું કરી તેવો એગ થવો સંભવે છે.
કૃષ્ણદાસે ચિત્તમાંથી વિક્ષેપની નિવૃત્તિ કરવા ગ્ય છે. કેમકે મુમુક્ષુ જીવન એટલે વિચારવાન જીવને આ સંસારને વિષે અજ્ઞાન સિવાય બીજો કોઈ ભય હોય નહીં. એક અજ્ઞાનની નિવૃત્તિ ઈચ્છવી એ રૂપ જે ઈચછા તે સિવાય વિચારવાન જીવને બીજી ઈચછા હોય નહીં, અને પૂર્વકર્મના બળે તેવો કોઈ ઉદય હોય તે પણ વિચારવાનના ચિત્તમાં સંસાર કારાગૃહ છે, સમસ્ત લેક દુઃખે કરી આર્ત છે, ભયાકુળ છે, રાગદ્વેષની પ્રાપ્ત ફળથી બળતે છે, એવો વિચાર નિશ્ચયરૂપ જ વર્તે છે; અને જ્ઞાનપ્રાપ્તિને કંઈ અંતરાય છે, માટે તે કારાગૃહરૂપ સંસાર મને ભયને હેતુ છે અને લેકનો પ્રસંગ કરવા ગ્ય નથી, એ જ એક ભય વિચારવાનને ઘટે છે.
મહાત્મા શ્રી તીર્થંકરે નિગ્રંથને પ્રાપ્ત પરિષહ સહન કરવાની ફરી ફરી ભલામણ આપી છે. તે પરિષદનું સ્વરૂપ પ્રતિપાદન કરતાં અજ્ઞાનપરિષહ અને દર્શનપરિષહ એવા બે પરિષહ પ્રતિપાદન કર્યા છે, કે કોઈ ઉદયગનું બળવાનપણું હોય અને સત્સંગ, સપુરુષને એગ થયા છતાં જીવને