________________
03
બની ગયેલાં મહત્વના મનાવા સાંભળ્યા હાય તા મન એ ભાવાથી કેવું પવિત્ર બને છે! ખરાબ વાતા ઘણી વખત આપણાં દિવસે અને રાત્રીએ બગાડી નાંખે છે. જ્યારે સૂવા જતાં પહેલા સાંભળેલી કે વિચારેલી એક સારી વાત રાત્રીને સુદર ભાવાથી ભરી દે છે.
જો ભગવાનના જીવન પ્રસંગાનું દરરાજ સૂતાં પહેલાં સ્મરણ કરતાં હૈ, ગુરૂને યાદ કરી તેમના ગુણાનુ સ્મરણ કરી તમને સૂવાની ટેવ હશે તે સ્વપ્નો પણ તેવાં જ આવશે. તમને પણ એમ થવુ જોઇએ કે આજે મને સ્વપ્નમાં ગુરૂનાં દન થયાં. ખરેખર હું એવું જીવન કથારે જીવીશ ! એવાં સ્વપ્ના મેળવવા માટે સૂતાં પહેલાં પૂરી શાંતિ જોઈએ. કાનમાં સારા શબ્દોનું ગુંજન હાય, આંખમાં ચારિત્રવાન સંતાના ક્રેન હાય અને પ્રાણામાં પ્રભુતાની પરાગ હાય તેનું નામ સંયમ જીવન.
છે.
અહિંસા અને સયમ પછી આવે છે તપ. કાઈ પણ ક્ષેત્રમાં આગળ વધવું હાય તા તપશ્ચર્યા જોઈએ. તપશ્ચર્યા એટલે માત્ર એકાસણુ કે ઉપવાસ જ નહિ, બે કલાક પલાંઠી વાળીને એક આસને બેસવું એ પણ તપ છે. ક્ષમા રાખવી એ પણુ તપ “ક્ષમા તુલ્ય તપા નાસ્તિ” અને અનુકુળ પ્રતિકુળ સ’ચેગામાં સમભાવ રાખવા એ પણ તપ છે. તમે નિણ્ય કર્યું કે હું આટલું ધ્યાન કરીને જ ઉઠીશ, એ સંકલ્પથી તમે જે કર્યું... તેનુ નામ અભ્યંતર તપ છે. તમારી કાયાના ઉત્સ કરી સ’કલ્પના ખળથી એટલી વાર તમે એક આસન પર બેઠા તે આંતરિક તપ છે. જોનારને ખ્યાલ ન આવે કે આ માણસ તપ કરે છે પશુ કરનારની સાધના ચાલુ છે એટલે એ અભ્યંતર તપ છે. દુનિયામાં જેટલા મહાન કાર્યો છે તે તપશ્ચર્યાં વિના સિદ્ધ થઈ શકતા નથી.
આ અહિંસા, સંયમ અને તપ જેના હૃદયમાં હાય તેને દેવતાઓ પણ નમસ્કાર કરે છે. દુનિયામાં દેવે ઉત્તમ કહેવાય છે. પણ દેવાને મન આવા માણસ વધારે ઉત્તમ છે, કારણ કે આત્મસ્વરૂપની પિછાણ, આત્માના વિકાસ, અને આ દેહ દ્વારા મેાક્ષ જે કાઈ મેળવી શકે તેમ હેાય તે તે માનવ જ છે.
અંધુએ ! આ શરીર એ કોઇ સામાન્ય ચીજ નથી. આ દેહથી મેાક્ષ મળે છે. માટે દુનિયામાં આ માનવ દેહ જેવું ખીજું એક પણ ઉત્તમ સાધન નથી, માટે જ્ઞાની કહે છે, આ શરીરનું રત્નના કરડિયાની જેમ રક્ષણુ કરો. પણ માત્ર આત્મ સાધનાના લક્ષથી જ. મનમાં તમારું ધ્યેય નકી કરી લેજો કે મારે મૂકીને મુક્ત થવું એટલે માક્ષ મેળવવા માટે મારે આ સસારમાંથી સમજીને સરકી જવું જોઇએ. જીવ અન્નાનથી આવૃત્ત છે એટલે સમજીને સરકતા નથી.
બંધુએ ! શેઠ જ્યાં સુધી સમજ્યાં ન હતાં ત્યાં સુધી તેમને મમતા હતી, પણ જ્યાં તેમની આંખ ખુલી ત્યાં તે સમજીને સરકી ગયા. તમે પણ જો સમજ્યા હાય તે સરકવા માંડજો.
૧૦ શા,