________________
૫૭૬ અમે કહીએ છીએ કે આ લેક મૃત્યુથી પીડાઈ રહ્યો છે. જરા-ઘડ૫ણથી વીંટાઈ રહ્યો છે. અને રાત્રિ-દિવસ રૂપી અમેઘ શસ્ત્રધારાઓ વરસી રહેલ છે.
બંધુએમૃત્યુની પીડામાંથી અત્યાર સુધીમાં કોઈ પણ જીવ છૂટી શક્યો નથી. મૃત્યુથી આ લેક પીડાઈ રહ્યો છે, ચાહે તીર્થકર હેય, ગણધર હેય, ઈન્દ્ર હેય, ચકવતિ હોય કે વાસુદેવ-બળદેવ હેય, આવા મહાન પુરૂષે પણ વિકરાળ કાળના મુખમાં ઝડપાઈ ગયાં છે તે પછી આપણા જેવાની તે વાત જ ક્યાં રહી ! કાળના પંજામાંથી બચાવવા કેઈ સમર્થ નથી. માતા-પિતા, ભાઈ_ભગિની, પુત્ર-પત્ની પાસે ઉભા હોય, મોટા મોટા સર્જને ઉભા હોય પણ એ બધાં બે ફાડીને જોતાં રહે છે. અને કાળ કેળિયે કરીને જીવને લઈ જાય છે. પણ કેઈ કાળના પંજામાંથી બચાવી શકતું નથી. અતિવૃષ્ટિને કારણે નદીઓમાં પૂર આવ્યાં, એમાં કંઈકનાં લાલ તણાઈ ગયાં. પણ કઈ માતા-પિતા બચાવવા સમર્થ થઈ શક્યાં નહિ. માટે એક વાત સમજી લેજે કે વહેલા કે મોડા એક દિવસ જવાનું છે એ વાત નક્કી છે. બીજી વાત એ છે કે જરાથી લેક ઘેરાઈ ગયે છે. વૃદ્ધાવસ્થા આવતાં આ શરીરની કાતિ દિવસે દિવસે બદલાતી જાય છે. આ જીવન કેવું છે.
જલ પ્રવાહ સમું અવિશ્રાન્ત આ, ઘટતું જાય ક્ષણિક જ જીવન; દૂર જતાં જન યૌવન કાન્તિ એ, ઢુંકડી આવી જરા તનને હરે.”
પાણીના પ્રવાહની જેમ અવિરતપણે આપણું આયુષ્ય ક્ષીણ થઈ રહ્યું છે. તમે સવારમાં ઉઠીને હરખાવ છે કે આજે નવું પ્રભાત ઉગ્યું, પણ તમારા જીવનની સોનાની લગડીઓ કરતાં પણ કિંમતી ક્ષણે રાત્રિ અને દિવસ રૂપી ચેરે લઈને રવાના થાય છે. જેમ જેમ વૃદ્ધાવસ્થા ઘેરે ઘાલે છે તેમ તેમ શરીરનું બળ ક્ષીણ થાય છે. પછી ધર્મમાં પણ ચિત્ત લાગતું નથી. રાત્રિ અને દિવસે વ્યતીત થતાં વાર લાગતી નથી. જેમ જેમ દિવસે જાય છે તેમ તેમ આપણે મૃત્યુની નજીક આવતા જઈએ છીએ. એટલે રાત્રિ અને દિવસ રૂપી તીક્ષણુ શસ્ત્રની ધારાઓ વરસી રહી છે. આમાંથી બચવાનો સુંદરમાં સુંદર ઉપાય હોય તે ધર્મનું શરણ અને ચારિત્રનું ગ્રહણ છે.
જે આત્માઓ સમજી ગયાં તે તે મેહ-માયા-મમતા તજીને સાધુ બની ગયાં. પણ જેને મમતા નથી છૂટતી તેઓ આ સંસારમાં પરિભ્રમણું કર્યા કરે છે. તમે અત્યાર સધી નજરે દેખે છે કે કેઈના બાપ-દાદાઓ એક દમડે પણ સાથે લઈ ગયાં નથી, તે અમે શું લઈ જવાના છીએ ! મમત્વને કારણે કષાય આવે છે. કોઈ બહેને તપશ્રર્યા કરી હોય અને સારી સાડી પહેરીને ઉપાશ્રયમાં બેઠી હોય તે વખતે બહારથી બીજી સાઈ બહેમ ઉતાવળી આવી, શરત ચૂકથી એની સાડી ઉપર પગ પડી જાય તે તરત જ કહેશે કે બહેન ! જરા દેખે છે કે નહિ ? તમારા કચરાવાળા પગ મારી