________________
૭૨૧
દેવાનુપ્રિયા! અનાદિકાળથી આત્મા પરભાવમાં રમ્યા છે પણ સ્વભાવ તરફ આવ્યા નથી. પરભાવ એ પુદ્ગલ પ્રત્યેના ભાવ છે, જ્યારે સ્વભાવ એ આત્મા પ્રત્યેના ભાવ છે. પરભાવના તે સૌને અનુભવ છે, ખરેખર નથી અનુભવ સ્વભાવને. જ્યાં સુધી તેના અનુભવ નથી ત્યાં સુધી તે તરફ્ દૃષ્ટિ જતી નથી. દૃષ્ટિ ન જતાં પ્રીતિ વધતી નથી, અને પ્રીતિ વિના સ્વભાવમાં સ્થિરતા તા થાય જ કયાંથી ?
અનાદિકાળથી આત્માની નજર પરભાવમાં છે. એની પ્રીતિ જાગી છે, અને પ્રીતિના કારણે પરભાવમાં સ્થિરતા છે. સ્વભાવ શું છે એનું જ્ઞાન ન હેાવાના કારણે એના તરફ કયારે પણ નજર ગઈ નથી. બંધુઓ ! પૈસામાં પ્રેમ થાય છે અને આત્મામાં કેમ થતા નથી ? કારણ કે પૈસા ... પરભાવ છે અને આત્મા સ્વભાવ છે. પૈસામાં પરભાવની પકડ જખરી છે. પૈસા છેડવા ઇચ્છા છતાં મનથી છૂટતા નથી. એ એક રીતે છેાચા દેખાય પણ
ખીજી રીતે વળગેલા હાય.
પ્રભુની માળા ગણતાં કુ ખાઓ છે, પણ પૈસા ગણતાં કદી ઝોકું ખાધું છે? તમે એવા માણસ તા કોઈ બતાવે કે જે નાટા ગણતાં ગણતાં સૂઈ ગયા હોય. પણ વ્યાખ્યાનમાં અને માળા ગણુતાં ગણતાં કાં ખાનારાં મેં ઘણાં જોયા છે ઘણી વખત તા પર્યુષણના દિવસેામાં પ્રતિક્રમણ કરવું પડે તેા કંઈક માણસેાને વેઠ જેવું લાગે છે. ઘેરથી પ્રતિક્રમણ કરવા આવતા હોય પણ ખરેખર તે તેના દિલથી નથી આવતા. એ મનથી સમજે છે કે મસ્જિદમાં નમાજ પઢવા ટિન વેચનારા પણ પહેાંચી ય છે તે હુ જૈનના દિકરા પર્યુષણમાં પ્રતિક્રમણ કરવા નહીં' જતા સમાજ મને શું કહેશે? એટલે આ રીતે તે કરવા જાય છે પણ અંદર એને પ્રીતિ જાગી નથી તેથી તેને પ્રતિક્રમણમાં કંટાળા આવે છે અને ઝોકાં આવે છે. ખરેખર ! ધર્મની ગમે તેટલી મેાટી વાત કરો પણ જ્યાં સુધી અંતરમાં રુચિ નહિ જાગે ત્યાં સુધી તમને આત્મદર્શન નહિ થાય. ઘણી વાર જોવામાં આવે છે કે કેાઈની સાથે ગપ્પાં મારવા બેસે તે રાતની રાત વીતી જાય અને સિનેમામાં ખર-ખાર વાગ્યા સુધી બેસે ત્યાં સુધી તેને ઉંઘ આવતી નથી. પણ વ્યાખ્યાનમાં જ ઉંઘ આવે છે. આ ખતાવે છે કે જેટલી સંસારની રૂચિ છે તેટલી આત્મા પ્રત્યેની રૂચિ જાગી નથી.
·
બીજી રીતે એક વાત કરું કે તમે કોઈ દિવસ કાર્ટીમાં મેાડા નહિ પડી, પણ હા, સ્વાધ્યાયમાં મેાડા પડવાના. કોર્ટીમાં તમારા કેસ નીકળવાના હોય ત્યારે જીવ લઈને
ભાગે છે. તમારી પત્ની કહે. દૂધપાક બનાવ્યા છે, ગરમ ભજિયાં ઉતારી આપુ, જરા ખાઈને જાઓ. ત્યારે તમે શું કહેા? એ કહેવાની મારે જરૂર નથી. તમે જાણેા જ છે. ભેાા પ્રત્યે જીવ ત્યાં કેવા વૈરાગી બની જાય છે. ત્યાં એ સમજે છે કે દૂધપાક ને ભજિયાં કરતાં પૈસે। મહત્વને છે. કાર્ટીમાં ટાઈમસર નહિ પહાંચુ તે હેરાન થઈ જઈશ.
શા. ૯૯