________________
રહે અને બીજું, વિસ્તરેલી પાંખવાળા એટલે બેસે-ઉઠે ત્યારે પાંખ વિસ્તરેલી રહે.” - દેવના ચાર વિભાગ છે. ભવન પતિ, વાણુવ્યંતર, જોતિષી અને વૈમાનિક જે સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર, તારા દેખાય છે એ જોતિષીના વિમાને છે. તેના ઉપર બાર દેવક છે. હજી સૂર્ય-ચંદ્રને પડવાનાં વિજ્ઞાનને સ્વપ્નાં સેવવાના છે, તે પછી બાર દેવક, નવ શૈવેયક અને પાંચ અનુત્તર વિમાનમાં કયાંથી પહોંચી શકશે?
આ નારકીના મુખ્ય સાત ભેદ છે. ધમ્મા, વંશા, શીલા અંજણા, રિઠા, મઘા અને માઘવતિ વગેરે.
મનુષ્યના મુખ્ય ત્રણ વિભાગે છે. પંદર કર્મભૂમિ. ત્રીસ અકર્મભૂમિ અને છપ્પન અંતરદ્વીપા વગેરે. તેમાં પાછા પર્યાપ્તા અને અપર્યાપ્તા વગેરે અનેક પિટા ભેદ છે. દરેક ગતિમાં આવા પેટા ભેદો મળીને કુલ જીવના પ૬૩ (પાંચસે ને ત્રેસઠ) ભેદો પડ્યા છે. આ ભેદોનું વિશેષ વિવેચન સિદ્ધાંતોમાંથી મળી રહે છે. - વિજ્ઞાન એ શરીરની સાચવણી માટે ઉકાળેલું પાણી પીવાનું કહે છે ત્યારે જૈનશાસન આત્માને સાચવવા માટે ઉકાળેલું પાણી પીવાનું કહે છે. વિજ્ઞાન એ દેહના રક્ષણ માટે (ગળેલું પાણી પીવાનું કહે છે જ્યારે જૈન શાસન જતન માટે અને હિંસાથી બચવા માટે ગળેલું પાણી પીવાનું કહે છે. જૈન શાસનમાં ઈહ લૌકિક અને પરલૌકિક બંને ચિંતા કરાએલી છે. જ્યારે વિજ્ઞાનમાં આ લેકની ચિંતા જ કરાયેલી છે. એક વાર અણસમજુ લેક બેલતાં કે ઉકાળેલું પાણી વાપરવાથી આંખને ગરમ પડી જાય. પરંતુ વિજ્ઞાને જ્યારે ઉકાળેલું પાણી પીવાનું કહ્યું ત્યારે તેઓ બેલતાં બંધ થઈ ગયા.
ડેકટરે આજે રેગથી બચવા માટે ઉકાળેલું પાણી પીવાનું કહે છે, પણ જે ઉકાળેલું પાણી ગરમ પડતું હોય તે રાંધેલું અનાજ પણ ગરમ પડવું જોઈએ. અરે ! બીડી, સિગારેટ, કડક ચા વગેરે પીવે છે તે ગરમ નથી પડતી અને ઉકાળેલું પાણી ગરમ પડી જાય છે !!!
બંધુઓ! ટૂંકમાં મારો કહેવાનો આશય એટલે જ છે કે જ્યાં સુધી જેને દર્શન ઉપર શ્રદ્ધા નથી ત્યાં સુધી જ અજ્ઞાન દશામાં પડેલો જીવ બહાર ફાંફાં મારે છે. જ્યાર વીતરાગ ભંગવાનના વચને ઉપર અપૂર્વ શ્રદ્ધા જાગશે ત્યારે આત્મા પાપની વાર્તા સાંભછતાં પણ કકળી ઉઠશે, પછી પાપનાં કામો તે કરે જ શાને? દુઃખને વિષય તે એ છે કે અહિંસા પ્રધાન દેશમાં આજે હિંસાનું સામ્રાજ્ય કેટલું વ્યાપી ગયું છે? વિટામીન બહાને આજે જીવનને અજ્ઞાની લો કે હિંસામય બનાવી રહ્યા છે. આપ આપના બાળકને ખૂબ સંસ્કાર આપજે. આજની સરકાર વિટામીનના બહાને જે ઇંડા ખવડાવતી થઈ છે