________________
મહામુનિ ગૌતમ શ્રમણ ભગવાન મહાવીરને પ્રશ્ન કરે છે કે હે પ્રભુ! આત્મા સેવા વડે કઈ વસ્તુને પ્રાપ્ત કરે છે?
પ્રભુ મહાવીર જવાબ આપે છે હે ગૌતમ! વૈયાવૃત્ય અર્થાત્ સેવા વડે આત્મા તીર્થકર પદને પ્રાપ્ત કરે છે. નિષ્કામ સેવા જન સમુદાયના મનમાં શાંતિ અને આનંદધારા વહાવવાની પવિત્ર વિચાર શ્રેણી જ અને સર્વ ને કરું શાસન રસીની જ ભાવના તીર્થકરપણાના વિરાટ પદ પર લઈ જાય છે. . હૃદયના પવિત્ર સંક૯પે એક દિવસ સાકાર બને છે. તીર્થંકરપદ પ્રાપ્ત કરાવે છે. મહાપુરૂષ સ્વ કલ્યાણ પછી અનંતાનંત પ્રાણુઓને દુઃખ અને અશાંતિના અંધકારમાંથી ઉગારવા માટે વાણીને પ્રકાશ પાથરે છે. તેથી સામાન્ય કેવળીની જેમ જ્ઞાન અને દર્શનની તિ સમાન હોવા છતાં પણ તીર્થકર વધુ વંદનીય બને છે, એ જ કારણથી આજને ચાર કાલે કેવળી બની શકે છે, પણ આજને એ ચાર કાલે તીર્થકર બની શકતે નથી. કારણ કે તીર્થંકર થવા માટે પાછલા અનેક જન્મની સાધનાની અપેક્ષા રહે છે.
જીવન ભલે નાનું હોય પણ એમાં જે સેવાની સુવાસ હશે તે એ આગળ વધી શકશે. એક કેળના પાન ઉપર એક ઝાકળનું બિંદુ પડેલું હતું. સૂર્યના સોનેરી કિરણે પામી, એ હીરાની જેમ ચળકી રહ્યું હતું. એનીજ પાસે એક હીરે પણ ચળકી રહે હતા. એક પંખી ઉડીને ત્યાં આવ્યું. ચળકતા તૃષારબિંદુ તરફ ઈશારે કરતાં એ બોલ્યું. શું આ તમારું સંબંધી છે? એટલામાં હીરે ક્રોધે ભરાઈને બે-“શું એક તૃષાર બિંદુની સાથે મારી તુલના કરવી સંભવિત છે? બસ, તે જ સમયે ત્યાં એક ચલી આવી અને તેણે પેલા હીરા ઉપર ચાંચ મારી પણ એને તે ફક્ત નિરાશા જ મળી. આ જોઈ પિલું નાનકડું તૃષાર બિંદુ બેલ્યું. બહેન! મારી જીંદગી નાની છે. પણ આ જીવન જે તમારા ઉપયોગમાં આ તે હું પિતાને ધન્ય માનીશ. આ તો એક રૂપક છે. પણ આમાંથી પ્રશ્ન એ નથી કે જીવન કેટલું મોટું છે? સંપત્તિ કેટલી વિશાળ છે? પરંતુ પ્રશ્ન એટલે જ છે કે આ જીવનને કેટલે અંશ પરહિતમાં ઉપયેગી બન્યું છે? વિશાળ સંપત્તિને કેટલે અંશ પરની સેવામાં વપરાય છે ? ઘણીવાર સંપત્તિ વિશાળ હવે છતાં માણસ કંઈ આપી શકતું નથી. જ્યારે સાધારણ સ્થિતિવાળે ઘણું બધું કરી જાય છે. મધ્યમ સ્થિતિવાળાની આવક સીમિત હોય છે, છતાં એનું દિલ અમીર હોય છે. એ પિતાની પ્રતિષ્ઠા કાયમ રાખવા માટે પણ પિતાની સ્થિતિથી વધુ કરી જાય છે. જયારે ઊંચી સ્થિતિવાળા પિતાની મસ્તીમાં મરત રહે છે. એમને વધુ દરકાર પણ હોતી નથી. કારણ કે તેઓ જાણે છે કે બીજાનું સ્વાગત થશે તે ય ઠીક છે. અને ન કરાય તે પણ ઠીક છે. સંપત્તિની સુગંધ છે તે ભમરાને ગુંજારવ પણ કાયમ રહેવાને છે, પછી શા માટે નકામું ખર્ચ ગળે નખાય! .