Book Title: Sharda Parimal
Author(s): Shardabai Mahasati, Kamlabai Mahasati
Publisher: Jivanlal Padamshi Sanghvi

View full book text
Previous | Next

Page 812
________________ આગમકારે કહે છે જેની પાસે મગધનું સામ્રાજ્ય હતું, સોનાના બાવન ડુંગરા હતા હજારે નર-નારીઓ એના ચરણની ધૂળ લેવા ઉભા રહેતાં જે આજુએથી એ નીકળતા કે પસાર થતાં ત્યાં જ્ય-જ્યના શબ્દથી રાજગૃહના ભવને ગૂંજી ઉઠતા હતાં. બીજી બાજુ એ જ મગધ ભૂમિ પર અધ્યાત્મ જગતના સૂર્ય એવા ભગવાન મહાવીર પણ આવ્યા. એમણે રાજ પરિવારમાં જન્મ લીધો હતો. એમના પિતા પણ મેહા યશ સ્વી રાજા સિદ્ધાર્થ હતા. એમના મામા ગણતંત્રના નાયક હતા. પણ શું આપણે એમને માટે યાદ કરીએ છીએ કે તેઓ એક રાજકુમાર હતા? જે અહીં સુધી જ એમને વિકાસ સીમિત રહ્યો હોત તે જનતા પેલા હજારે રાજકુમારની જેમ રાજકુમારે વધમાનને પણ ભૂલી ગઈ હોત. પણ એમણે ભોગને નહીં પણ ત્યાગને રાહ લીધે હતો.તેઓ સાધનાનો પંથે આગળ વધ્યા અને એ પંથ પર ચાલતી વખતે એમણે ભારતની બે આંગળની લગેટી પણ ન લીધી. પરંતુ યાદ રાખજે, એ અપરિગ્રહના ઉપાસકની ઉપાસના માટે રવર્ગને ઈદ્ર પણ વિલાસ તજી ત્યાં હાજર થતો હતો. જ્યારે સમ્રાટ શ્રેણિક પાસે ઈન્દ્ર તે શું સામાન્ય દેવ પણ હાજર થયે નહીં હોય, જે કે એમના આધિપત્યમાં સેનાના ડુંગરે હતા આજે અઢી હજાર વર્ષ પછી પણ ભગવાન મહાવીરને તમે યાદ કરે છે. દર વર્ષે ૨૦ લાખ જેનો એમની યંતિ ઉજવે છે. અહિંસાના અવતાર ભગવાન મહાવીરનાં સ્મરણ તમને સાંભળવા મળશે, પણ સમ્રાટ શ્રેણિકને ભગવાન મહાવીર જેટલાં યાદ કરનારા ઓછા મળશે. - તમે કયારેય પણ વિચાર્યું છે કે આનું રહસ્ય શું છે? દુનિયા શા માટે સમ્રાટ અને ચક્રવતિઓને વિસરી જાય છે ? અને એક સંતનું નામ રટે છે. આનું રહસ્ય એ છે કે જેણે પિતાનું સમગ્ર જીવન જનતાની સેવામાં આપી દીધું. કરોડો માણસેને હિત અને કલ્યાણને માર્ગ બતાવ્યો અને બદલામાં શું લીધું ? તાંબાની એક પાઈ પણ દુનિયા પાસેથી તેમણે ન લીધી. જનતા એને જ ચરણોમાં શ્રદ્ધાથી નમે છે. જેની પરહિતવૃત્તિમાં સ્વાર્થના કાદવની એક પણ કાળી રેખા નથી. દુનિયા એને જ હદય સમર્પિત કરે છે. બીજો એક એ છે કે જે થોડું લઈને સહસગણું પાછું આપી દે છે. એને પણ સ્વાથી કહી શકાશે નહિ. વૃક્ષ પૃથ્વીથી રસ લે છે. હવા, પ્રકાશ અને પાણું પણ લે છે, તેમ છતાં કોઈએ એને સ્વાથી કહ્યું નથી. કારણ કે એ જે તે છે એના બદલા રૂપે સહસ્રગણું ફળ અને ફૂલ પ્રદાન કરે છે. મેઘને આજ સુધી કોઈએ સ્વાથી કહે કે ગયે નથીજો કે એ સાગરથી પાણી લે છે તે પણ એ સ્વાથી નથી. કારણ કે એ ખરું જળ લે છે અને એને મધુર બનાવી જનતાને એ પાછું વાળે છે. જે લઈને બદલામાં પાછું વાળે છે એને સ્વથી કહી શકાય નહિ. તે પણ

Loading...

Page Navigation
1 ... 810 811 812 813 814 815 816 817 818 819 820 821 822 823 824 825 826 827 828 829 830 831 832 833 834 835 836 837 838 839 840 841 842 843 844 845 846