________________
૨૧
જોઈએ. શૌચાદિક ક્રિયાઓ પણ ન પતાવવી જોઈએ. ઘરમાં આગ લાગે છે ત્યારે તેને માલિક પહેલાં આગ ઓલવી નાખે છે. અને પછી જમવા બેસે છે. ઘરમાં આગ લાગી હોય ત્યારે પિતે જમવા બેસી જાય તે લેકે તેને “મૂખ” કહીને બોલાવે. જેના અંતરમાં Bધની પ્રચંડ જ્વાળાઓ સળગતી હોય, જેની આંખે ક્રોધથી લાલચોળ થઈ ગઈ હોય અને જેનું લેહી ગરમ પાણીની માફક ઉકળી રહયું હોય તેના માટે આવા સમયે ભેજન કે અભ્યાસ કરવાનું શું યેગ્ય છે? “ના.” બાઈબલના જૂના કરારમાં મહાત્મા ઈસુ કહે છેઃ તમે પ્રાર્થના કરવા માટે દેવમંદિરમાં જાઓ છે, ત્યાં પહોંચ્યા પછી તમને યાદ આવે કે મારે અમુક પાડોશી સાથે મતભેદ થયેલ છે તે મંદિરના બારણેથી જ તમે પાછા ફરી જજો. પહેલાં જઈને પેલા પાડેશી સાથે મનમેળ કરી આવજે. ત્યાર પછી જ દેવને ભેટ ધરેજે.
માણસ જ્યારે સામા માણસ સાથે વેર લેવાની વૃત્તિ કાઢી નાખે છે અને તેણે કરેલા અપરાધને માફ કરવાની હિંમત કરે છે તે વખતે તેને આત્મા પ્રબળ શક્તિ ધરાવતે થઈ જાય છે. આટલી પ્રબળ શક્તિને ભૂતકાળમાં તેને કયારેય અનુભવ થયેલ હેતે નથી. - ભગવાન મહાવીરે કહયું છે “જેની સાથે તારે વેર બંધાયું હોય તેને તારે ક્ષમા આપવી જોઈએ. પછી ભલે તે તને સન્માન આપતું હોય કે ન આપતે હોય, તને તેણે ક્ષમા આપી હોય કે ન આપી હોય પણ તું તેના કૃત્ય તરફ નજર કરીશ નહિ. તારે તરત જ તેની ક્ષમા માંગી લેવી જોઈએ.” ક્ષમાના મહત્વને સ્વીકાર કરતાં આધ્યાત્મિક પ્રકરણમાં લખ્યું છે. એક માણસ વર્ષો સુધી તપ કરે છે અને બીજો માણસ એક કડવું વેણ શાંતિથી સહન કરી લે છે તે માણસને જે ફળ મળે છે તે વર્ષો સુધી તપ કરનારના ફળ કરતાં ઘણું વધારે હોય છે.
જેની સાથે આપણે અણબનાવ થયે હોય કે કજીયે થયે હોય તેની ક્ષમા માગવી. હદય પર જામેલા કાળાશના પિપડાને ઉખેડીને હૃદયને સ્વચ્છ દર્પણ જેવું બનાવવું. ભુતકાળનું કઈ પણ કડવું મરણ અંતઃકરણના એકાદ ખૂણામાં ન રહી જવું જોઈએ. હૃદય પવિત્ર અને નિર્મળ બનવું જોઈએ. સંવત્સરી પછી જાણે નવા નામે જીવનને પ્રારંભ કરવાને છે.
પૃથ્વીને પણ ક્ષમા કહેવામાં આવે છે. ધરતી પર છેતરાં, લાકડાં અને છાણ જેવી વસ્તુઓ પડે છે. આ વસ્તુઓને ધરતી ધીરે ધીરે પોતાના સ્વરૂપમાં ફેરવી નાખે છે. આ બધી વસ્તુઓનું મૂળ સ્વરૂપ અદશ્ય થઈ જાય છે. બરાબર તેવી જ રીતે વિકૃત સંગને ભૂલી જઈને પારકાએ પહોંચાડેલા કષ્ટોને મનમાંથી કાઢી નાંખી તેનું સહજ પણ અહિત ન ઈચ્છવું તેનું નામ ક્ષમા.
ક્ષમા કાયરનું નહિ પણ વીરનું ભૂષણ છે. જે કાયર હોય છે તે ક્ષમાશીલ નથી