________________
ઢોલકી વગાડે છે. નાનાને કાંઈ કહે ને મોટાને કાંઈ કહે, આમાં તડ પડી. ભાઈઓ એવા ચડશે ચડયા કે નાને કહે, હવે તે ગમે તેમ થાય પણ બગીચે ન આપું. માટે કહે હું બગીચે લેવાને છું. આમ વાદવિવાદમાં બંને જણા એક બીજાના ખૂન કરવા ઉભા થયા. આ વાતની નાના ભાઈની પત્ની સુશીલાને ખબર પડી. સુશીલાને પુત્ર અવતર્યો છે. ત્રીજો માસ છે. તે તેની માતા પાસે આવીને કહે છે કે બા, મને મારા સાસરે મેકલ. માતા કહે બેટા! બાર વર્ષે બાબે આવ્યું. તને એકદમ કેમ મોકલાય? પાંચમે મહિને કરિયાવર કરીને તને મોકલીશું. માતા ! અત્યારે જવું પડે તેમ છે. માતા કહે, શા માટે? દિકરી કહે, મારી પાડોશણ આવીને મને કહી ગઈ છે કે તમારા પતિ અને તમારા જેઠ એકબીજાનું ખૂન કરવા ઉભા થયા છે. જ્યાં મારા ઘરમાં આવે કલેશ હોય ત્યાં કરિયાવર શું કરે છે? મને અત્યારે જ મેકલ. એક બાગની બાબતમાં ઝઘડો થયો છે, મારે આ ન જોઈએ. એક વખત મારી તમામ મિલકત જેઠના ચરણોમાં ધરી દઈશ પણ અમારે તે ભાઈને પ્રેમ જોઈએ છે. બા! તારા ઘરનાં દાગીના દેવા પડશે તે દઈશ, તને વાંધો નથી ને? તારે જમાઈ આજે ભાન ભૂકી છે. જેઠ ભાન ભૂલ્યા છે એમ ન કહ્યું. માતા કહે, દિકરી! તું ખાનદાનની દિકરી હોય તો ઘરમાં ઝઘડો ન રાખીશ. તારે જે જોઈએ તે અહીંથી લઈ જજે. - જે નવકાર મંત્રને સમજતો હોય તેના ઘરમાં ઝઘડો ન હૈ જોઈએ. ધર્મ કરનારા જ્યારે લડે છે ત્યારે કે તેમને નથી વગોવતાં પણ ધર્મને વગોવવા માંડે છે, જોયું ને ધર્મઢીંગલા થઈને શું કરી રહ્યા છે? અહીંયા માતાએ પુત્રીને ખૂબ શિખામણ આપી, નેકરની સાથે પુત્રને લઈને સુશીલા પતિને ઘેર આવે છે. ભાઈને મનમાં ક્રોધ છે. સુશીલા રાતના અગિયાર વાગે આવી બારણું ખખડાવે છે. ઘરમાં ખૂન કરનારો માણસ તૈયાર રાખે છે. બારણું ખખડ્યું એટલે કહે, જેને! આ! પિલા ખૂનીને કહે છે એક જ ઘાએ તેને ઉડાવી દેજે. આ શબ્દ સુશીલાએ સાંભળ્યા. સમજી ગઈ. વિચાર કર્યો કે ક્રોધ બૂરી ચીજ છે. એટલે કહે સ્વામીનાથ! હું સુશીલા છું. ઘરની ધણીયાણી છું. સુશીલાને અવાજ સાંભળીને તે ચમકી ગયે. કેણુ સુશીલા! તરત જ બારણું ખેલ્યું. સુશીલાને જોઈને કહે, બાબાને લઈને આવવાનું હતું અને તું આમ એકાએક કેમ ચાલી આવી? મારે તો બાબાને ખૂબ ઠાઠમાઠથી ઘેર લાવ હતો. હવે ખૂન કરવાની વાતને ભૂલી ગયો અને સુશીલા સાથે વાત કરવા લાગ્યા. સુશીલા એક પણ શબ્દ બેલતી નથી. ત્યારે કહે છે સુશીલા ! તું મારી સાથે કેમ બોલતી નથી? મારા પ્રશ્નનો ઉત્તર કેમ આપતી નથી? પત્ની કહે છે તમે બોલવા જેવું રાખ્યું છે કયાં? ખરેખર હું કમભાગી છું ને આ છોકરે પણ કમભાગી છે કે જેને આવતાં ઘરમાં ઝઘડા ઉભા થયા. તમે શું લઈને બેઠા છે? જેનના દિકરા થઈને ભાઈનું ખૂન કરવા ઉભા થયા છે? ખૂન કરનારે ઘરમાં હતું. સુશીલા કહે આ કેણ છે? તમને સહેજ પણ વિચાર ન થયે ! સુશીલાના સદ્દગુણ જોઈ ને ખૂની