Book Title: Sharda Parimal
Author(s): Shardabai Mahasati, Kamlabai Mahasati
Publisher: Jivanlal Padamshi Sanghvi

View full book text
Previous | Next

Page 839
________________ ફકત તેના વચને સાંભળી જેઠના હદયમાં તેની અસર થઈ ગઈ. સુશીલા જેઠના ઘેર આવી છે બારણું ખોલ્યું. બંને જણા મોટાભાઈના ચરણમાં પડી ગયા. નાનો ભાઈ કહે છે લાઈન છે ગંભીર ભૂલ કરી છે. બંને જણાએ પશ્ચાતાપના આંસુથી ભાઈ-ભાઈના પગ ધોઈ નાખ્યા, જેઠ કહે છે મારે તમારી માફી માગવાની જરૂર છે. બંને ભાઈઓની આંખમાં આંસુ છે નાને ભાઈ કહે છે, આ બધે પ્રતાપ સુશીલાને છે. સુશીલા ન આવી હોત તે ખરેખર હું શું કરી બેઠે હેત ! જેઠાણીની મતિ પણ સુધરી ગઈ. જેઠ કહે, આ બધે પ્રતાપ સુશીલાને છે. આજથી આ બગીચે અને બધી મિલકત તને અર્પણ કરી દઉ છું. સુશીલા કહે, મોટાભાઈ! માફ કરે. માયાએ ઘરમાં ઝઘડો કરાવ્યું. ભાઈ ભાઈને ખૂન કરવા ઉભા થયા. તે તે હવે મારે જોઈએ જ નહિ. મોટાભાઈની પત્ની કહે, હવે મારે પણ ન જોઈએ. બંને જણાએ સમજીને મહાજનને બગીચે સોંપી દીધે. કહેવાનો આશય એ છે કે કુટુંબમાં એક માણસ સગુણ હોય છે તે તે કુટુંબનો ઉદ્ધાર કરી દે છે. - બંધુઓ ! આજે શાસ્ત્રની ગાથા બેલવાની તે અસઝાય છે. પણ આજે છેલ્લે દિવસ છે એટલે ગાથાને મૂળ ભાવાર્થ કહીને અધ્યયનને પૂર્ણ કરીએ છીએ. ઈપુકાર રાજ અને કમલાવતી રાણી બંને જણાએ વિપુલ રાજ્ય છોડીને, કામભેગોને ત્યાગ કરીને, પરિગ્રહથી રહિત થઈને, સમ્યક ધર્મને જાણીને પ્રવજ્ય અંગીકાર કરી. ત્યાર પછી તીર્થકરે ઉપદેશેલા ઘોર તપને સ્વીકાર કર્યો. અને ઘેર પરાક્રમ આદર્યું. આમ છ એ જણા કમશ: સુબોધ પામીને ધર્મપરાયણ થયા અને જન્મ મરણના ભયથી ઉદ્વેગ પામીને તપ વડે દુઃખનો નાશ કરવા લાગ્યા. વીતરાગના શાસનમાં પૂર્વની આરાધનાથી ભાવિત થયેલ છે જે થોડા જ વખતમાં દુખેને અંત કરી મોક્ષપદને પામ્યા. રાજા અને તેની રાણી, પુહિત તથા બ્રાહ્મણી, અને બે કુમારે આ બધાં નિર્વાણપદને પામ્યા. છ એ આત્માને જે ધ્યેય હતો તે પૂર્ણ થયે. તેમજ આપને જે ધ્યેય હત-અધ્યયન પૂર્ણ થવાને–તે આજે ચાર ગાથા બેલ્યા નથી પણ ફક્ત ગાથાને ભાવાર્થ કહીને આજે આપની પાસે અધ્યયન પૂર્ણ કરૂં છું. તે છ એ જીવેનું વૈરાગ્યમય જીવન આપ બધાએ ચાર ચાર મહિનાથી સાંભળ્યું. આપના જીવનમાં પણ આ ઉત્તમ ભાવ આવે અને જ્ઞાન-દર્શનચારિત્રની વૃદ્ધિ કરવામાં આપને સમ્યક્ પુરૂષાર્થ ઉપડે તે જ અભિલાષા ! ! આજે મહાન પુરૂષ લેકશાહની જન્મજયંતિ છે. લેકશાહ જૈન સમાજના તિર્ધર હતા. તેમનું મૂળ નામ લંકાશાહ ન હતું. તેમનું નામ તેમના માતાપિતાએ લેકચંદ્ર પાડ્યું જ્યારે તેઓ ગર્ભમાં આવ્યા ત્યારે તેમની માતાએ ચંદ્રનું સ્વપ્ન જોયું. તેના ઉપરથી ખબર પડી કે આ પુત્ર કુટુંબમાં ચંદ્ર સમાન થશે. ધીમે ધીમે લેકચંદ્ર મોટા થયા. તેમનું લગ્ન કરવામાં આવ્યું. તેમને એક પુત્ર થયે, તેનું નામ પુનમચંદ પાડવામાં આવ્યું. લેકચંદ્રની ઉંમર ૨૩ વર્ષની થતાં પિતાજી ગુજરી ગયા,

Loading...

Page Navigation
1 ... 837 838 839 840 841 842 843 844 845 846