________________
બંધુઓ! તમે ચારિત્રને નમજે પણ ચમત્કારને નહિ. એવી બે બદામની વિદ્યા તે બાજીગર પણ જાણે છે. જે તમે લેવાનું ઈચ્છતા હોય તે સદાચારની સૌરભ લેજે. જ્ઞાનને પ્રકાશ અને સરળતાની સુવાસ લેજે. સિકંદર ગીની સેવા કરવા લાગ્યો. તેની આ સેવા યોગીની નહિ પણ ચમત્કારની હતી. તેના મનમાં સ્વાર્થ ભર્યો હતે. આવી સેવાને તપ કે ત્યાગની ઉપાસના ન કહેવાય. તેના મનમાં ચાંદીના ટુકડાની લાલસા - જાગી છે, તેથી તે સંતની સેવામાં પહોંચ્યો છે. આ ઉપાસના સંતની નહિ પણ દ્રવ્યની છે, કારણ કે મનમાં સંતનું નહિ પણ સંતની સેવાથી મળનાર સંપત્તિના ટુકડાનું મૂલ્ય છે. તમારું લક્ષ સંપત્તિમાં છે, ચારિત્રમાં નથી. જે કદાચ બીજે સંપત્તિ મળે તેમ હોય તે તમે સેવાને રસ્તે પણ છેડી દેશે.
એક દિવસ યોગીએ સિકંદરને કહ્યું, તારી સેવા પણ ગજબની છે. હું તારા પર આજ ખૂબ પ્રસન્ન થયો છું. બેલ, તારે શું માંગવું છે? સિકંદરને તે આ જ જોઈતું હતું. આ માટે તે તેણે પરસેવે પાડ્યો હતો. તેણે કહ્યું, હે ગીશ્વર ! મારી એક નાની સરખી માંગણી છે. તે એ કે આખી પૃથ્વી ઉપર મારી સત્તા ચાલે. કેટલી નાની માંગણી છે ! લોભી હૃદયને માટે તે આખી દુનિયાનું સામ્રાજ્ય પણ ઓછું પડે છે. સંતે જોયું કે મનની તૃષ્ણા વિશાળ છે! જેમ જેમ તમે અંદર જતા જશો તેમ તેમ તૃષ્ણા તે વધતી જશે.
આ સાડા ત્રણ હાથની કાયા માટે કેટલી જગ્યા જોઈએ? શરીર તે ફક્ત જાડાત્રણ હાથ જ જગ્યા માંગે છે. પણ મન જેને એક ઇંચ જમીનની પણ જરૂર નથી, તેવા વિશાળ પૃથ્વીના ખંડથી પણ સંતેષ પામતા નથી. કદાચ દુનિયાભાનું સામ્રાજ્ય પણ મળી ગયું, આખી પૃથ્વી ઉપર એક ચકી સત્તા પણ મળી, પણ જ્યારે જીવનયાત્રા સમાપ્ત થશેતે વખતે કેટલી જગ્યા મળશે? ફક્ત સાડાત્રણ હાથ. તે પણ ઈસ્લામ સંસ્કૃતિમાં જન્મેલાને.
માનવ શરીરની સમસ્યા તે ચાર રોટલીથી પતી જશે. રહેવાની સમસ્યા સાડા ત્રણ હાથ જમીનથી ઉકલી જશે. પણ મનની સમસ્યા કંઈક મુશ્કેલ છે. હજારે મણ અનાજ અને સેનું મળવા છતાં મનની સમસ્યા ઉકલી શકતી નથી. યોગીએ જોયું કે સિકંદરને કેયડો તનને નહિ પણ મનને છે. એટલે તેને ઉકેલ બીજી રીતે જ કર પડશે. યેગી અંદર ગયા. પિતાની ઝેળીમાંથી એક મનુષ્યની ખોપરી કાઢી સિંકદરને આપી અને કહ્યું કે આને અનાજથી ભરી દે. જે ક્ષણે તે અનાજથી ભરાઈ જશે તે ક્ષણે આખી પૃથ્વી ઉપર તારૂં સામ્રાજ્ય થઈ જશે.
યેગીની વાત સાંભળી સમ્રાટ સિકંદરના આનંદનો પાર ન રહયે. મહેલમાં જાય એટલી જ વાર છે. બે મિનિટમાં પરી જુવારના દાણાથી ભરી દેવાશે અને સમગ્ર