________________
હોય ત્યાં રસ્તામાં કોઈ બુડે મળે અને છરી બતાવે એ જ થેલી સુખરૂપ બની જાય છે. આમ પુદગલ-વસ્તુઓમાં સુખ માનનારની તે વસ્તુઓ પડી રહેશે અને પિતે ચાલ્યો જશે. જન્મ એ પણ મૃત્યુને સંદેશે છે. માટે માનવભવમાં જ કંઈક કરી શકશો. જ્યાં સુધી પુદગલ તરફ આસક્તિ છે અને આત્મા તરફની રૂચી નથી ત્યાં સુધી શાંતિ નથી.
ખોજ કર નિજ આત્મની કોણ તારી જાત છે!” - ત્યાગ વિના તૃપ્તિ નહીં. તપ એ તૃષ્ણને તોડવાનું સાધન છે. તૃષ્ણાના તાર વ્રતપ્રત્યાખ્યાન-મર્યાદા વિગેરેથી તેડી શકાય છે.
બંધુઓ ! ઠાણાંગ સૂત્રમાં એથે ઠણે કહ્યું છે કે ચાર સ્થાન હમેંશા અપૂર્ણ રહે છે. તેમાં ગમે તેટલું ભરવામાં આવે તે પણ તે ખાલી જ રહેશે. - પહેલું સ્થાન - ગંગા-યમુના જેવી મોટી નદીઓ પોતાનામાં લાખ ટન પાણી રેડે છે. આજે હજારો વર્ષો વીતી ગયાં છતાં તેમને વણઅટકે પ્રવાહ સાગરમાં મળે જ જાય છે. પણ હજાર વર્ષોમાં એક પણ દિવસ એ નથી આવ્યું કે જ્યારે સમુદ્ર એમ કહ્યું હોય કે હવે મારે આ પાણી નથી જોઈતું.
બીજું સ્થાનઃ સ્મશાન – શ્મશાનને ખાડો કયારે પણ પૂરાવાનો નથી. હજારો બાળક, યુવાન, વૃદ્ધ, સ્ત્રી-પુરૂષ, તે ચાહે બળવાન હોય કે નિર્મળ હોય, ચક્રતિ હોય કે વાસુદેવ હોય, પણુબધા જીવોને અંતે મશાનમાં તે જવું પડે છે. કરોડે ને અબ માણસો
ત્યાં પહોંચ્યા અને બે ચાર કલાકમાં રાખ થઈ ગયા, પણ સ્મશાનની આગ આજ સુધી તૃપ્ત થઈ નથી.
ત્રીજું સ્થાનઃ પેટ:-પેટને ખાડો સવારે પૂરો અને બપોરે ખાલી. પથારીમાંથી ઉઠતાં જ ચા જોઈએ. ચાની સાથે નાસ્તો પણ જોઈએ છે. એ પેટમાં જાય છે. બપોરે અગિયાર વાગ્યા ત્યાં ફરી દાળ-ભાત, શાક, રોટલી ખાધા. પણ બે વાગતાં તે પાછું ખાલી. બપોરે ફરીને ચા નાસ્તે જોઈએ. સાંજે છ વાગ્યા ત્યાં ખીચડી ને કઢી જોઈએ. રાત્રે દૂધ પીવા જોઈએ. આવો આ પિટને ખાડો ક્યારે પણ ભરાતું નથી. ગમે તેટલી વાર ખાવ પણ બે કલાક થયા કે પાછો ખાલી.
થું સ્થાનઃ તૃણા –તૃષ્ણને ખાડે તે બધા કરતાં બહુ ઉડે છે. - પટને ખાડા અર્ધા શેર અનાજથી ભરાઈ જાય. બે કલાક માટે તે પિટ બરાબર ભાયા પછી ભલે ને ગમે તેવી ભાવતી વસ્તુ મળે તે પણ મને એક વખત તે ખાવા માટે ના પાડશે. પણ તૃષ્ણને ખાડે એટલે ઉડે છે કે તેને મેરૂ પર્વત પણ પૂરી શકે નહિ.
એક વાર સિકંદર કોઈ યેગી પાસે ગયે. તે ભેગી ચમત્કારી વિદ્યા જાણતે હતે. આજે ચમત્કારોના ચક્કરમાં કેટલાય લેકે પડી ગયા છે અને કેટલાક તેમાં ઠગાઈ પણ થયા છે.