________________
તૈયાર થઈ છે. બંધન કર્યું છે તે તમે જાણે છે ને? રાગ અને દ્વેષ. એ બે બંધન છે. જ્યાં આસક્તિ છે, માયા અને મમતા છે ત્યાં રાગ ને દ્વેષ છે. અને રાગ-દ્વેષ છે ત્યાં બંધન છે. એ બંધન મહારાણી કમલાવંતીને સાલ્યું. સાથે સાથે તેની એ ભાવના છે કે આ બંધનથી હું છૂટું અને મારા પતિને છોડાવું. તેથી તે ઈષકાર મહારાજાને કહી રહી છે હે નાથ ! આ સંસાર બંધનનું પિંજરું છે. માટે જેમ હાથી બંધન તેડીને ગયે તે જ રીતે આત્મા પણ સંસારનાં રાગપાશમાંથી મુક્ત થતાં ચારિત્રની સુવાસમાં સમ્યક જ્ઞાનદર્શનની આરાધના કરતાં આત્મા મોક્ષને મેળવે છે. હે મહારાજા ! મહા પુરૂષોએ ફરમાવેલ ઉપદેશ પચ્ય સમાન છે. તેના દ્વારા જીવ પિતાના ધ્યેયને પ્રાપ્ત કરવામાં સમર્થ થાય છે. હે ઈષકાર મહારાજા ! આ પ્રમાણે મેં મહાત્માઓની પાસેથી સાંભળ્યું છે. કમલાવતી જે વાકય બોલી રહી છે તેમાં વૈરાગ્યનું ઝરણું વહી રહ્યું છે.
કમલાવતીને એ જ દયેય છે કે મારે બંધનથી છૂટવું છે અને મહારાજાને બંધનથી છોડાવવા છે. જ્યારે અહીં બેઠેલી કમલાદેવી રૂપે મારી બહેને ચાર ચાર મહિનાથી એક ધારી વીતરાગ વાણીનું પાન કરી રહેલ છે. હું આ શા રાખું છું કે મારી બહેને પણ કમલાવંતીની માફક જાગૃત થવાની ટકેર કરતી હશે. અને પોતે પિતાના જીવનમાં કમલાવંતીની માફક સંસારને ખોટો સમજીને વૈરાગ્યવાટિકામાં વિચરવા માટે વિચાર કરતી હશે. આપણુ પાસે હવે ફકત આવતી કાલને એક દિવસ છે. તે કારતકી પુનમ છે તથા સૂત્રની અસઝાય છે. માટે આવતી કાલે ગાથા તો બેલી શકાશે નહિ. પણ દરેક ભાઈ–બહેનનું તેમ જ અત્રે બિરાજતા મારા સતી મંડળનું કહેવું એમ છે કે આપ અધ્યયન પૂરું કરશે. તેથી હવે સારભૂત અધ્યયનને સાર આપની પાસે રજુ કરી દેશું.
चइत्ता विउल रज्ज', काम भोगे य दुच्चए।
નિશ્વિના નિરામિષા, નિજોદ્દા નિરિમા ( ઉ. અ. ૧૪-૪૮ આ ગાળામાં સાર ભરપૂર ભરેલ છે. જે મહારાણી કમલાવંતી બ્રાહ્મણોએ છાંડેલી ઋદ્ધિના ગાડાં ભરીને આવતાં જોયાં અને તે ગાડા રાજ દરબારમાં ઠલવાશે આ વાત જાણી ત્યારથી તેને અંતરાત્મા જાગી ઉઠયે હતે. સૌથી પ્રથમ તે તેણે મહારાજા પાસે એટલી જ દલીલ કરી હતી કે જે બ્રાહ્મણોએ છોડયું તે આપ કેમ ગ્રહણ કરે છે? આટલી વાતમાંથી તેને આત્મા કેટલે આગળ વધ્ય. ચિંતન કરતાં તેને સ્વભાવ અને પરભાવનું ભાન થઈ ગયું અને તેના આત્માને લાગ્યું કે જ્યાં સુધી પુગલને સંગ છૂટશે નહિ, અને સ્વભાવમાં આત્મા ઠરશે નહિ ત્યાં સુધી જીવાત્મા શાંતિ પ્રાપ્ત કરી શકશે નહિ. ચાર ચાર મહિનાથી આપણે જે અધ્યયન વાંચી રહયા છીએ તેમાં કમલાવતીને જે ધ્યેય હતું તે આ ગાળામાં આજે પૂર્ણ થાય છે. રાજા અને રાણી બંને વિપુલ રાજ્ય તથા કામભેગને છોડીને વિષયેથી નિવૃત્ત-અનાસક્ત થયા. સ્નેહ અને પરિગ્રહથી રહિત