________________
થયા. ખરેખર! કમલાવતી રાણીના ઉપદેશની સફળતાનું દિગ્દર્શન કરાવવામાં આવ્યું છે અર્થાત્ રાણી ઈચ્છતી હતી કે તેને પતિ સાંસારિક પદાર્થોના મોહને છોડીને પ્રવર્જિત થઈ જાય. (દીક્ષા લઈ લે). તેના ઉપદેશથી પ્રતિબંધ પામીને રાજાએ પિતાનું વિસ્તૃત રાજ્ય તથા કામોગાદિ પદાર્થોને ત્યાગ કરીને દીક્ષાને માટે પ્રયાણ કર્યું. એ જે એના ઉપદેશની સફળતા છે.
શાસ્ત્રકાર કહે છે કે રાજ્ય અને કામગાદિ વિષને ત્યાગ કરવાથી તે બંને નિર્વિષય અથૉત્ વિષય-રહિત બની ગયા. વિષય રહિત થવાથી માંસ તુલ્ય ધન અને ધાન્યાદિ પદાર્થો પ્રત્યેથી તેમની આસક્તિ ચાલી ગઈ. તેથી તે નિરામિષ-(માંસ રહિત) બની ગયા. નિરામિષ બની જવાથી તેમને કોઈ પણ પદાર્થ પ્રત્યે મમત્વ ન રહ્યું. એટલા માટે તેઓ નિનેહ અર્થાત્ સ્નેહ-પ્રીતિ રાગથી રહિત બની ગયા. નેહથી રહિત થવું તે જ નિષ્પ રિગ્રહી થવું અર્થાત પરિગ્રહથી રહિત થવું તે છે, કેમ કે મૂછનું નામ પરિગ્રહ છે. મુછ પરિમા યુરો . ”
તેઓ બંને પરિગ્રહથી રહિત બની ગયા. કહેવાનું તાત્પર્ય એ છે કે તેઓએ દ્રવ્ય અને ભાવ બંને પ્રકારથી સંયમ અપનાવી લીધું. વધુ ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન ..૧૧૪
કારતક સુદ પુનમ ને ગુરૂવાર તા. ૧૨-૧૧-૭૦
બંધુઓ ! આપણે કોઈને પૂછીએ કે તમારે શું જોઈએ છે? તે તેઓ કહેશે કે અમારે સુખ જોઈએ છે. પરંતુ સાચું સુખ પૌદ્ગલિક વસ્તુઓમાંથી કઈ દિવસ મળવાનું નથી. માત્ર એથી સુખાભાસ દેખાય છે. દુઃખ નિવારણને સાચો માર્ગ પૌગલિક સુખ નથી. જેમ કે ભૂખનું દુઃખ મટાડવા માટે ખાવામાં સુખ દેખાય છે, પણ એની એ જ વસ્તુ ખાધા કરવાથી અભાવ થઈ જાય છે. માટે ખાવામાં સાચું સુખ નથી. જે સુખ મળ્યા પછી પાછું જતું ન રહે તે સાચું સુખ છે. તમે માને છે કે પૈસો મળે તે સુખ થાય. પણ પૈસો મળ્યા પછી પણ કોઈ સુખી દેખાતો નથી. કોઈને પત્નીનું, તો કેઈને પુત્રનું, કેઈને સાધનનું તો કેઈને શરીરના રોગોનું, એમ કઈ ને કઈ દુખ તે લાગેલું જ રહે છે. જ્યાં સુધી સાચા સુખને માર્ગ નહીં પકડો ત્યાં સુધી સાચા સુખને- અનુભવ થવાને નથી. દશ હજાર રૂપિયાની થેલીમાં સુખ માનનારે થેલી લઈને ગામડામાં તે
શા. ૧૦૩