________________
જાય છે ત્યાં પુણ્ય-પાપનું ભાથું સાથે લઈને જાય છે. પુણ્ય હોય તે સુગતિ અને પાપ હોય તે દુર્ગતિ પામે. ચારે ગતિમાં પુણ્ય-પાપને ઉદય હોય છે. અને તેનાં કારણે સુખદુઃખને અનુભવ થાય છે. માટે જ્ઞાનીઓએ કહ્યું છે કે આશ્રવને રોકવા પ્રત્યાખ્યાનની જરૂર છે. ઉત્તરાધ્યયન સૂવગ્ના ૨૯ મા અધ્યયનમાં ગૌતમ સ્વામી ભગવાનને પ્રશ્ન કરે છે.
" पच्चक्खाणेण भन्ते जीवे कि जणयइ. ? पच्चक्खाणेणं आसवदाराइ निरुभइ । पच्चक्खाणेण इच्छानिरोह जणयइ । इच्छानिरोह गए य ण जीवे सब
वेसु विणीयतण्हे सीइभूए विहरई ॥" હે ભગવાન! પ્રત્યાખ્યાન દ્વારા આત્મા કયા ગુણને પ્રગટ કરે છે?
ત્યારે ભગવાન જવાબ આપે છે હે ગૌતમ ! પ્રત્યાખ્યાન દ્વારા આત્મા આશ્રવનાં દ્વારને રેકે છે. જ્યાં સુધી આત્મા આવતા આશ્રને રોકતો નથી ત્યાં સુધી કર્મોને પ્રવાહ આત્મામાં આવ્યા જ કરે છે. પ્રત્યાખ્યાનથી જીવ ઈચ્છા વિરોધ કરે છે. ઈચ્છાનિરાધથી જીવ બધા દ્રવ્યોથી તૃષ્ણ રહિત થઈને શાંતિથી વિચરે છે.
- જ્યાં સુધી કોઈ વસ્તુ માટે પ્રત્યાખ્યાન કરવામાં આવતા નથી, પરથી આસક્તિ કર થતી નથી ત્યાં સુધી કર્મની રજ આવતી રહેશે. પિતાએ કોઈ વસ્તુ વ્યાજ ઉપર લીધી હશે તે પુત્રે પણ એનું વ્યાજ આપવું જ પડશે. તેવી જ રીતે કેઈનિમાં રહે અથવા ન રહે પણ એ વસ્તુ દ્વારા કર્મોને આશ્રવ તે ચાલુ રહેશે. આત્મા ત્યારે શરીરને ત્યાગ કરે છે ત્યારે તે ત્યાંની હજારો વસ્તુઓમાંથી એકને પણ સાથે લઈ જ નથી. પણ વસ્તુઓને મોહ સાથે લઈ જાય છે. પદાર્થો છેડયાં છે પણ પદાર્થો પ્રત્યેની આસક્તિ દૂર થઈ નથી. માટે જ્યાં સુધી આસક્તિ સમાપ્ત થતી નથી ત્યાં સુધી ક્રિયા થતી જ રહેશે.
બંધુઓઅહીંયા એક પ્રશ્ન ઉદ્ભવે છે કે જે વસ્તુને આપણે ઉપયોગ કરતા નથી તેની પણ શું કિયા લાગશે? હા. કારણ કે જ્યાં સુધી પ્રત્યાખ્યાન કર્યા નથી ત્યાં સુધી ક્રિયા તે લાગશે જ. માની લે કે તમારી પાસે બે સ્કુટર અને ત્રણ સાઈકલે છે. પણ તમે તે ફક્ત એક સ્કુટર અને એક સાઈકલને જ ઉપગ કરે છે. પણ તમારે ટેકસ તે પાંચે ય ને ભર જ પડે છે. તમે સાઈકલ ને સ્કુટરને ઉપયોગ કરે છે કે નહીં એ પ્રશ્ન નથી. પણ પ્રશ્ન છે માલિકીને. જ્યાં સુધી વસ્તુઓ ઉપરથી તમે માલિકીપણું દૂર કર્યું નથી ત્યાં સુધી તમારે ટેકસ ભરવાં જ પડશે તેમ આધ્યાત્મિક ક્ષેત્રમાં પણ એ જ વાત છે.
તમે મુંબઈમાં એક મકાન ભાડે લીધું. અને પછી દેશમાં આવતા રહ્યા. ત્યાંથી બે વર્ષ પછી ફરીને મુંબઈ ગયા. મકાન માલિક તમારી પાસેથી ભાડું માગશે. ત્યારે તમે