________________
,
, ,
ના *,
શહસ્થી (તમારી પાસેથી બે ત્રણ રોટલી લે છે એના બદલે તેઓ સત્યને રાહ બતાવે છે. એટલે એમને પણ સ્વાથી કહી શકાય નહિ.
જે કેવળ લેવાનું જ જાણે છે. અને બદલામાં કશું જ વાળતું નથી. અથવા વાળવાનું એના સ્વભાવમાં નથી તે એ સંત તે નથી જ પણ માનવ પણ નથી. દેવા
અને બદલામાં કંઈ પણ લેતાં ન રહેવું એ દેવેની સંપત્તિ છે. અને લેવું અને બદલામાં કઈ પણ લીધા વિના લેતો જ રહેવું એ તે રાક્ષસોની સંપત્તિ છે. માણસ તે લે અને ' ની વચ્ચે જીવે છે. એ કંઈક દે છે તે કંઈક લે પણ છે. પણ આજને માણસ તે ફક્ત લેવાનું જ શીખે છે, દેવાની આપવાની વાત આવે છે ત્યારે એ કહે છે કે અમારી પાસે છે પણ શું? અમે શું આપી શકીએ એમ છીએ? અહીં કઈ માગનાર આવે છે તે એ બાપડ બે આંસુ સારે છે. ત્યારે દેનાર હજાર આંસુ સારતો ફરે છે. કમાણી ખલાસ થઈ ગઈ, ખર્ચા વધી ગયા, ટેકસોને ભાર એટલે વધી ગયે છે કે અમે તે માથું પણ ઉંચું કરી શકતા નથી. પણ આમ કહેનારા સજજને શું સિનેમા જેવા નથી જતા? કમાણી જે ઘટી જાય અને ખર્ચા વધી જાય તે સિનેમા પહેલા બંધ થવાં જોઈએ ને? પણ નવી ફિલ્મ આવી કે એમને તે પહેલી ટિકિટ જોઈએ, પછી ભલે ને પાંચની મળે કે દશની. મેટર, પેટ્રોલ અને ડ્રાઈવરને રૂ. ૫૦૦ , ને માસિક ખર્ચ આંખે ચઢતે નથી, પણ કોઈ ગરીબને પાંચ રૂપિયા આપવા હોય તે સારી દુનિયા ભરના ખર્ચા અને ટેકસ યાદ આવી જાય છે. | મુસાફરી કરવી હશે તે ફર્સ્ટ કલાસમાં જશે. અને આઠ દિવસ અગાઉ સીટ રિઝવ કરાવશે. શું થર્ડ કલાસમાં બેસાતું નથી ? અરે, રાષ્ટ્રપિતા બાપુ હમેંશા ત્રીજા વર્ગમાં મુસાફરી કરતા હતા. શું એમની પાસે ફસ્ટ કલાસમાં જવા આવવાના પૈસા નહતા? એક વાર કેઈએ એમને પૂછયું. બાપુ! તમે થર્ડ કલાસમાં શા માટે મુસાફરી કરે છે ? ભારતને બાદશાહ ત્રીજા વર્ગમાં મુસાફરી કરે એ અમારા માટે શરમની વાત છે. બાપુએ શું જવાબ વાળે? ખબર છે તમને ? તેઓએ કહ્યું. હું ત્રીજા વર્ગમાં મુસાફરી એટલા માટે કરું છું કે એથે વર્ગ નથી. ભારતની ગરીબ જનતાને ત્રીજા વર્ગમાં પણ ઉભા-ઉભા જવું પડે છે, હું તે એમને સેવક છું. પછી ફર્ટ અને સેકન્ડ
ક્લાસમાં કેમ બેસી શકું? - હવે તમે મહાત્મા ગાંધીના ચીલે ચાલવા ચાહતા હો તે ફર્સ્ટ કલાસમાં ન બેસતાં થર્ડ કલાસમાં મુસાફરી કરી શકો છો. અને એમ કરવાથી બચેલે પૈસો કોઈ ગરીબને આપે તે કેવું સારું? મારી બહેનને કહીશ કે તમે રેશમી અને નાઈલોનની સાડીઓ પહેરે છે. શરીર તે સાદા કપડાથી પણ ઢાંકી શકાય છે, તે પછી રેશમ પહેરીને જીવ હત્યાનું પાપ શા માટે વહેરે છે? જીવનમાં જ્યારે અહિંસાનું સ્વરૂપ સમજાશે ત્યારે હિંસામય એક પણ વસ્તુ કે કામ તમને ગમશે નહિ.