________________
૮૯
ભૂલેચૂકે પણ તેના આંગણે આવ્યું હોય તે તેને કેવા હાલ કરે છે? તેના ઉપર એક બનેલું દષ્ટાંત કહું છું.
એક ધનાઢય શેઠ હતા. તેને સાત માળની મિટી મહેલાત હતી. સુંદર મજાના અંદર ટાઈસ જડેલાં હતાં. એરકંડીશન રૂમ હતા. તેની અંદર દરેક જાતની સગવડ હતી. અને તે મહેલાત રોશનીથી ઝળહળી ઉઠતી હતી. તે ગામમાં કઈ એક ગરીબ માણસ હતું. તે ખૂબ જ ભૂખ્યું હતું. તેથી તેને ચક્કર આવતાં હતા. તે લથડિયા ખાતે ખાતે રસ્તે જતા હતા. તેવામાં આ સુંદર હવેલી તેણે જોઈ. એટલે એના મનમાં એમ થયું કે લાવ, હું અહીં જઉં. એમ વિચારી તે ત્યાં ગયે. અને કહે કે બાપુ! મને કંઈક આપો. હું ખૂબ જ ભૂખે છે. મનુષ્યને ભૂખ જેવું દુઃખ નથી. તે ખૂબ લથડિયા ખાય છે. તેને અંધારા આવે છે. પણ શેઠના પટ્ટાવાળાએ તે ધક્કો મારીને તેને કાઢી મૂક્યું. પરંતુ ભૂખને લીધે તે અપમાનને પણ ગળી પીવે છે. અને પાછો આવીને કહે છે કે બાપુ! એક બટકું રોટલીનું આપે તેવામાં શેઠ ત્યાં આવે છે. મનુષ્ય ધનના નશામાં શું નથી કરતે! તે શેઠ કહે છે. આવા માણસને બારણે શું કરવા ઉભા રહેવા દે છે? તે ન જાય તે તમે લાકડીથી મારો. આ શેઠે હુકમ કર્યો.
બંધુઓ! તમારે રોટલી ન આપવી હોય તે ન આપશે. પણ ગરીબ માણસને લાકડીથી મારવાને હુકમ ન કરશે. પેલા ગરીબ માણસને બાવડું ઝાલીને બહાર કાઢે છે, છતાં તે જાતે નથી. એટલે તેના માથામાં એવી લાકડી મારી કે તેનું માથું ફૂટી ગયું. છતાં ગરીબ માણસ તે બેલે છે કે ભાઈ! તમારે કાંઈ દોષ નથી. દોષ મારા કર્મને જ જ છે. આ બધાં કર્મના ખેલ છે. હું પણ એક વખત તમારા જે ધનાઢય હતે. અઢળક લક્ષમી હતી. તે બધી સાફ થઈ ગઈ. અને આજે હું એવો ગરીબ થઈ ગયો છું એટલે માંગવા આવ્યો છું. તે તમે આટલું બધું મારા ઉપર શા માટે કરે છે ? આટલું બોલતાં બોલતાં તે બેભાન થઈ ગયા. પાડોશીએ આ બધું જોયું તેથી તે દોડતો આવ્યો. અને તેને દવાખાને લઈ ગયે. અને ડેકટરને કહે છે કે સાહેબ! આ માણસને તમે બચાવે. તે પાડોશી ચાર રૂપિયા કમાઈને પોતે આજીવિકા ચલાવતો હતો. તેમાં તેની પાસે શું ધન હેય? તેની પાસે એક વીંટી હતી તે વીંટી એણે ડોકટરને આપી, અને, કહે કે સાહેબ! મારી મિલકતમાં એક સોનાની વીંટી છે તે હું આપને બક્ષીસ કરું છું. પણ તમે ગમે તેમ કરીને આ માણસને બચાવે. ડોકટરે પણ ખૂબ સારી રીતે સેવા કરી. અને ગરીબ માણસની તબિયત સુધરતી ગઈ. થોડા દિવસમાં તે તેને એકદમ સારું થઈ ગયું. એટલે જે માણસ પિતાને દવાખાને લઈ ગયે હવે તેને ઘેર આવ્યું. અને કહે છે કે બાપુ! તમે મને ઠાર્યો છે તેવા તમે ઠરજો. આ માણસ કાયમ સામાયિક અને ચૌવિહાર કરતે હતે. અને તેના ઘેર રહ્યા સાત દિવસ થઈ ગયાં. એટલે તે જવાની રજા માગે છે પણ તે જવા દેતું નથી,
શા ૧૦૨