________________
શકે આ જ ઉગતી છે. આ જ કામ છે "મમાં જયારે એ ત્યારે એ સમજવું હાલારની નહિ પણ અસરની સમજેણે હશે ! * દેવાનુપ્રિ ! તમે રસ્તામાં જતા હે મહત્વની વાતમાં મગ્ન છે, હાથમાં દૂધની તપેલી હેય પણ સામેથી પથ્થર આવે તે તમારા હાથ તરત ઉ૫૨ જવાને ને? એ વખતે તમને કઈ એ ચેતવ્યા નથી પણ તમારા સુષુપ્ત મનમાં આ વાત ઠસાઈ ગઈ છે કે માથે ઈજા થશે તે મને ભયંકર નુકશાન થશે. દૂધ ાય તે જવા દો પણ મારું બચાવી લેવાના, કારણ કે દૂધ કરતાં તમારું માથું અને તમારી આંખ તમને વધારે કિંમતી લાગે છે. પણ આત્માની વાત તમારા જીવનમાં ઉતરી નથી. એની કિંમત જે
મજાવી જોઈએ તે હજુ સમજાઈ નથી. તમને ક્યારે પણ એ વિચાર થયું છે કે ‘આનાથી વધુ કિંમતી શું હેઈ શકે? . : બગદાદને એક ધનાઢય એક વાર બે ઊંટ લઈને નીકળે. એક ઊંટ ઉપર મોતી લાદેલાં અને બીજા ઉપર માલિક પોતે બેઠે. સાથે મોટે કાફલ હતો. રસ્તામાં ઢાળ આવતાં આગળને ઊંટ લપસ્યો અને બધા મોતી વેરાઈ ગયા. માલિકે કહ્યું જે કઈ મોતી - વીશે એને એ બક્ષીશ આપવામાં આવશે. બધા મોતી વીણવા લાગ્યા. એટલામાં બીજું ઊટ લપસ્યું. તરત જ એને કદરૂપો ગુલામ માલિકને બચાવવા દોડ અને એમને પડતા ઝીલી લીધા. થોડીવારે બીજા બધા મોતી લઈને આવ્યા.
મલિકે એમને કહ્યું. તમને જેટલાં મોતી મળ્યાં તે બધા તમારા. પછી પેલા કદરૂપા ગુલામ તરફ વળીને પૂછયું, તારા મોતી કયાં છે? માલિક, મારું અમૂલ્ય મોતી તે આપે છે. આપને નુકશાન થતું હોય તે આ વેરાયેલા મોતી વીણીને શું કરું? બીજાં
મેતી જાય તે ભલે જતાં પણ આપનું રક્ષણ કરવું એ મારી ફરજ છે. તે દિવસથી . ધનાઢયે આ કદરૂપાને સંપત્તિને વારસદાર અને માલિક બનાવ્યું. ઘણાખરાને દુનિયાનાં મિતી જ જોઈએ છીએ, પણ મોક્ષ મોતીને કણ ઈચ્છે છે?
કેઈ નામ માગે છે તે કોઈ પદવી માગે છે, કોઈ ડિગ્રી માગે છે, તે કઈ ધન માગે છે પણ મારે તે વીતરાગને માર્ગ જ જોઈએ, બીજું કાંઈ નહિ એમ કહેનાર કેશુ? - વીતરાગે બતાવેલી અહિંસા, એને અનેકાન્તમાર્ગ અને એનું નામ એ સિવાય બીજું કે કંઈ નહિ. આવી તમન્ના, આવી ઝંખના જ્યારે આત્મામાં જાગશે ત્યારે તમે વીતરાગ ક બની શકશો. પણ તમારે તે ડિગ્રી જોઈએ, પદવી જોઈએ છે. કોઈને આચાર્ય થવું છે છે તો કેઈને ઉપાધ્યાય થવું છે. કોઈને નગરશેઠ બનવું છે કેઈ જે.પી. બનવા ઈચ્છે છે.
પણ બંધુઓ ! યાદ રાખજો કે કદાચ આ બધું મળશે પણ વીતરાગના સિદ્ધાંત-વીતરાગને - માર્ગ તમને નહિ મળે. જ્યારે વીતરાગના ભાગની કિંમત તમારા જીવનમાં અંકાઈ જશે