________________
-
ગાયા છે.
મેરાન કરી શકાય તે તે માત્ર માનવ ભવમાં. માટે જિનેશ્વરદેવે માનવજીવનના ખૂબ ગુણગાન ગાયા છે.
હવે આપણે જે છે જેને અધિકાર ચાલી રહ્યો છે તેમાં કમલાવંતી શું બેલી રહી છે તે માટે શાસ્ત્રમાં દૃષ્ટિ કરીએ. મહારાણી કમલાવંતી ઈષકારે મહારાજાને ફક્ત એટલું જ સમજાવવા ગઈ હતી કે પરિગ્રહની આસક્તિ એ બંધનું કારણ છે. સંસારવિર્ધકનું અને ધર્મને ઉચ્છેદ કરનારૂં નિમિત્ત પરિગ્રહને આભારી છે. માટે હે મહારાજા ! બ્રાહ્મણે જેને ત્યાગ કરીને ગયા, જેને બળખાની માફક વમી ગયા. જેને અનર્થનું કારણ સમજી ગયા તે બ્રાહ્મણ જે છેડીને ગયા છે તે લક્ષમીની આપણુ રાજ્યમાં શી જરૂર છે? ખરેખર હે નાથ! જંગલમાં જ્યારે અગ્નિ લાગે છે, બધા પ્રાણીઓ તરફડે છે. કંઈક પ્રાણીઓ અગ્નિમાં યાહમ થઈ જાય છે અને બળીને ખાખ થઈ જાય છે, તે વખતે બળતાં પંખીઓ કરૂણ ચીસ પાડે છે, આકંદન કરે છે, બચવાને માટે ફાંફા મારે છે. બળતા પંખીઓને જોઈને ભલભલાના હૃદય પીગળી જાય એવા પ્રસંગે પિતાના સ્વાર્યમાં અંધ બનેલા, રાગ ને દ્વેષને વશ થયેલા, જે અગ્નિની જવાળામાં ઝડપાયા નથી તેવા પંખીઓ આનંદ માને છે, ખુશ થાય છે અને વિચારે છે કે આ બધા મરી જતાં અમારા જીવનમાં અમે ફાવતી મિજબાની ઉડાવી શકશું. પણ એ પ્રાણીઓને ખબર નથી કે લાગેલે દાવાનળ જેણે દિશાએથી વનને ઘેર્યું છે તે –લાગેલે દાવાનળ વહેલું કે મેડે બચી ગયેલાને પણ છોડશે નહિ. આ છે પંખીની મૂઢતા. તેમ હે નાથ !
एवमेव वयं मूढा, कामभोगेसु मुच्छिया ।
સક્ષમાર્ગ યુન્નામો, વોળિr si I ઉ. અ. ૧૪-૪૩ એવી રીતે મૂઢ લકે કામભેગમાં મૂછ પામ્યા છે. અને રાગ-દ્વેષની અગ્નિમાં ‘બળવા છતાં બૂઝતા નથી. જેમ અજ્ઞાન પંખી પિતાના સ્વાર્થમાં પડીને ખુશ થાય છે તેમ જે સંસાર ત્યાગીને, લક્ષમી છેડીને ગયા તેમાં તમારો જીવાત્મા ખુશ થાય છે. હે સ્વામીનાથ ! તમે એમાં ખુશી થાવ છે એના બદલે તમને એમ કેમ નથી થતું કે એ બ્રાહ્મણે જેમ સંસાના કામ ભેગે, માયા-મમતા અને પરિગ્રહ છોડી ગયા તેમ હું પણ રાજપાટ છેડી સાધુ બનું. હે નાથ! પથારી કરીને આ અઘોર નિદ્રામાં કયાં સુધી પડી રહેવાનું છે? જાગે. આ જાગૃતિ-જીવન છે. માનવ જીવન શું રાગ-દ્વેષના પ્રમાદની :ઊંઘ ખેંચવા મળ્યું છે? ઉઠે, હવે ઉઠે. આત્મરમણતાની જાગૃત અવસ્થાને પામી લે. કયાંથી નાસી છૂટવાનું છે ત્યાં તમે આરામથી વિસામો લેવા કેમ બેસી રહયા છે? અરે ઓિ આપની. પાછળ તે ત્રણ ડાકુઓ પડયા છે. ગ, ઘડપણ અને મૃત્યુ, જે ભૂલેયુકે એકના ઝપાટામાં પણ આવી ગયા તે ખલાસ. પછી શું કરી શકશું? માટે હે નાથ ! વહેલી તકે જાગો. આ મમતા ને પરિગ્રહ આત્માને પરલેક જતાં દુઃખમાંથી છોડાવનાર