Book Title: Sharda Parimal
Author(s): Shardabai Mahasati, Kamlabai Mahasati
Publisher: Jivanlal Padamshi Sanghvi

View full book text
Previous | Next

Page 811
________________ તો . સાચું છે તે નાનાં નાનાં પ્રાણીઓનું જીવન લેકે માટે વિશેષ ઉપયોગી બને છે. સૂત્રમાં ભગવાન મહાવીરે એની પૂરી વિગત આપી છે. જીવન ઉપર કેને કેટલે ઉપકાર છે. આગમ એની સાક્ષી છે. મનુષ્ય ઉપર છકાય જેને અનંત ઉપકાર છે. પવનને જ વિચારે. આપણા ઉપર એને કેટલે ઉપકાર છે? એના અભાવે આપણે એક દિવસ તે શું પણ એક કલાક પણ જીવી શકીએ નહીં, શું આ ઉપકારનો બદલો વાળવા માટે તમે કદી પણ વિચાર્યું છે? લેણદાર ભલે ન માગે પણ ઈમાનદાર શાહુકારનું શું કર્તવ્ય છે? અને વિચારે કે જે સમસ્ત સૃષ્ટિમાં એક પણ માનવ ન હોય તે પવનને શું ચિંતા થશે? પાણીનું શું બગડશે? પણ જે હવા અને પાણી ન રહે તે મનુષ્યને ચિંતા થશે કે નહીં? અરે, ચિંતાની તે વાત જ કયાં રહી? મનુષ્ય એના વિના જીવી પણ શકે નહી. નળમાં પાણી મોડું આવે અથવા સમય કરતાં વહેલું બંધ થઈ જાય ત્યારે માણસ કેટલે અધીર બની જાય છે ! ત્યારે એને પાણીને પૂર્ણ અભાવ તે પ્રલયનું જ દશ્ય ઉપસ્થિત કરશે. હા. તે આ નાના અને કેટલો ઉપકાર છે! પૃથ્વી આપણે આધાર છે. કોડે, અબજે મનુષ્ય એના વક્ષસ્થળ ઉપર ઘૂમી રહ્યા છે, છતાં એને એને જરા પણ રેષ નથી. તમારા શરીર ઉપર નાની કીડી પણ ફરશે તે એનું ફરવું તમને ગમશે નહીં. આટલું હોવા છતાં પૃથ્વી પિતાનું કર્તવ્ય મૂકી દે તે આપણે કયાં જઈશું? તમે , સાંભળ્યું તે હશે કે બિહારમાં પૃથ્વીએ બે મિનિટ માટે પણ પોતાની ફરજનું પાલન કરવામાં ઢીલ કરી તે ત્યાંના રહેવાસી એની શી સ્થિતિ થઈ હતી ? ધરતીકંપના બે સેકન્ડના ધક્કામાં મનુષ્ય સૃષ્ટિ કંપી ઉઠે છે. બેલ હવા, પાણી, ધરતી વિગેરેને કેટલે ઉપકાર છે! 'દેવાનુપ્રિયે! સત્તાસંપન્ન વ્યક્તિઓની જીવનયાત્રા પણ સાગરની યાત્રા સમાન છે. તેઓ આગળ વધતાં ગયાં પણ પાછળનાં એમનાં ચરણચિહે પણ ભૂંસાતા ગયા. આ પૃથ્વી ઉપર મોટા મોટા ચકવતીઓ આવી ગયા. જેઓ ગર્વ કરતા કે મારું એક બાણ લાખ વ્યક્તિઓને મોતને ભેળે સૂવાડી શકે છે. બળવાન વાસુદેવ આવ્યા, જે પોતાના સારંગ ધનુષ્ય વડે પૃથ્વીને કંપાવી દેતા. મોટા મોટા બળવાન દ્ધા અને સેનાપતિએ એના નામથી એવી રીતે ધ્રુજી ઉઠતા, જેમ પવનના ઝોંકથી પીપળના પાંદડ્યા કંપી ઉઠે છે. તેઓ પવનવેગે દુનિયાની સામે આવ્યા તેમજ દુનિયા પણ એમના બળ અને સત્તાની સામે ઝૂકી પણ ગઈ પરંતુ એમની આંખો બંધ થતાંની સાથે જ દુનિયાએ પણ એમના તરફની આંખ મીંચી દીધી. ઇતિહાસકારે ભલે એમના ઇતિહાસની કડીઓ શેધતા ફરે, પણ જન સાધારણ એમને કદી યાદ કરતા નથી. જનતા તે એમને જ યાદ કરે છે કે જેઓએ એના માટે કંઈક કર્યું છે. અઢી હજાર વર્ષ પહેલાં મગધમાં સમ્રાટ શ્રેણિક પણ થઈ ગયાં

Loading...

Page Navigation
1 ... 809 810 811 812 813 814 815 816 817 818 819 820 821 822 823 824 825 826 827 828 829 830 831 832 833 834 835 836 837 838 839 840 841 842 843 844 845 846