________________
તેમ તમારા જીવનમાં પણ તમે અહીં બેઠા છે તેટલી ઘડી પણ સંસારની વાતને સંપૂર્ણપણે ભૂલે છો ખરા? યાદ રાખજો. જ્યાં સુધી જીવ બાહયભાવને અને પુદગલની આસક્તિને છોડશે નહિ ત્યાં સુધી મુક્તિ નગરમાં પ્રવેશ કરી શકશે નહિ.
હવે આપણે મુખ્ય વાત ઈષકાર મહારાજા અને કમલાવંતી મહારાણીની છે. મહારાણી કમલાવંતીને શાશ્વત ધર્મની રૂચિ થઈ છે. તેને ધર્મ તે જ જીવન દેખાયું છે પણ ધન નહિ. તેથી તે મહારાજા ઈષકારને કહી રહી છે કે બ્રાહ્મણની છડેલી અદ્ધિ આપણા ઘરમાં ન જોઈએ. કારણ કે લક્ષ્મી આપણી સાથે આવનાર નથી. તે આપણું રક્ષણ કરવાની નથી. ખરેખર ધર્મ એ અતુલ મંગળ છે. સર્વ દુઃખનું અતુલ ઔષધ છે. ધર્મ એ વિપુલ બળ છે. તેના જેવું બીજું કંઈ બળ નથી. કારણ કે ધર્મરૂપી વિપુલ બળવાળાને ચરણે ભલભલા બળવાનેને પણ માથું નમાવવું પડે છે. માટે ધર્મ એ જ સાચું શરણ છે. જેને ધર્મનું રક્ષણ મળે તેને બીજા કે ઈ-રક્ષણની જરૂર નથી. તે મારા સ્વામીનાથ! ધર્મ જ મરણના સમયે સહાયક બને છે. સુંદર એ મનુષ્યભવ પણ ધર્મથી જ પ્રાપ્ત થાય છે.
જ્યાં શાશ્વત સુખ છે તેવા મેક્ષને પણ ધર્મ જ પમાડે છે. ધર્મનું વાસ્તવિક ફળ તે મેક્ષ છે. માટે હે નાથ! સમજે. જેના જીવનમાં ધર્મ આવ્યો તેનું દુખ જવા લાગ્યું. મેક્ષને પામ્યા વિના દુઃખ માત્રથી રહિત એવી જીવનની અવસ્થા પ્રગટી એમ કહી શકાય નહિ. દુઃખ માત્રની ખરી જડ કમેને ગ છે. જીવ જ્યારે કર્મના ગોથી સર્વથા રહિત બને ત્યારે તે મોક્ષને પામે છે. એવા સુખને પામવા માટે હે નાથ! રાજપાટને પણ ત્યાગ કરવું પડશે. માટે આપ બ્રાહ્મણની છડેલી ઋદ્ધિ ભંડારમાં નહીં નાખતા આત્મસ્વરૂપને વિચાર કરે. હજુ કમલાવતી રાણી મહારાજાને શું કહેશે તેના ભાવ અવસરે કહેવાશે.
- વ્યાખ્યાનનં. ૧૧૧ કારતક શુદ-૧૧ને સેમવાર, તા. ૧૦-૧૧-૭૦
અનત કરૂણાનીધિ ભગવતે જગતના છ તરફ કરણાભરી દષ્ટિ ફેંકી. શાસ્ત્રકાર ભગવંતે સિદ્ધાંતમાં બતાવ્યું છે કે વૈયાવચ્ચ કરવાથી જીવને શું લાભ થાય છે? ઉત્તરાધ્યયન સૂત્રના ૨૯ મા અધ્યયનમાં તેની સુંદર રજુઆત કરી છે.
वेयावच्चेण भन्ते जीवे कि जणयइ ? वेयावच्चेण तित्थयर नाम गोत्त कम्म निबन्धइ ।”