________________
એ ચાલી ગયે છે. જ્યાં આપનું કે અમારું કોઈનું ચાલતું નથી. ત્યારે સિકંદરને ખ્યાલ આ, ભાન થયું કે હું બધા પર વિજય મેળવી શકું છું પણ મત્યુ પર વિજય મેળવી શક્ત નથી. બધા ઉપર મારું સામ્રાજ્ય ચાલે છે, પણ મારા પર મૃત્યુનું સામ્રાજ્ય ચાલે છે. જ્યારે મૃત્યુ આવે ત્યારે દુનિયામાં કોઈ એને રોકી શકવા સમર્થ નથી. - તમે કહે કે ફેજદાર મારો મિત્ર છે, મારે ઓળખીતે છે. એ તે સારી વાત.. જમાં જવાનું હોય, પોલીસ ચોકીના કબજામાં રહેવાનું હોય તે ત્યાંથી કદાચ છેડાવી છે, એ વાત બરાબર છે. પણ જ્યારે મૃત્યુ આવશે ત્યારે ફેજદાર કે કમીશનર કઈ કામ ન લાગે. એ વખતે બધી ઓળખાણ નકામી. ત્યારે કઈ ઓળખાણ કામ લાગશે? ખબર છે ને! અરિહંત ભગવાનની. તમે બેલ છે ને “અરિહંત શરણું પવજ જામિ. જે ઓળખાણ અંતિમ સમયે કામ લાગવાની છે એને આખી જિંદગી યાદ નહિ કરે, જેનું નામ જીવનની છેલ્લી ઘડીએ લેવાનું છે એને કોઈ દિવસ સ્મૃતિમાં પણ નહિ લાવે, જેને આશરો છેલ્લે લેવાનો છે એમાં ઠરશે નહિ, તો પછી શું થશે? જ્યારે જવાને સમય આવશે ત્યારે ધર્મ સિવાય કઈ શરણું કામ નહિ લાગે.
- જીવનની અમૂલ્ય ઘડીઓ ધમરાધના વગર જતી હોય તો સમજી લેવું કે જીવનની અમૂલ્ય ઘડીએ ઓળખી નથી. જીવનદોરી પૂરી થશે તે સમયે બધું જ અહીં રહી જશે. અને છેલ્લે સમયે પણ ધર્મને ઓળખે નહિ હોય તે ઘરના લોકો તમને શું કહેશે? બાપા, પૈસામાં જીવ રાખશો નહિ. એકવાર એવું બન્યું હતું કે ઘરડા બાપા હતા તેને પૈસામાં ખૂબ આસક્તિ હતી. તેથી ઘરના માણસોને એમ થયું કે બાપાને જીવ આમાં રહી જશે. તેથી પૌત્ર કહે છે દાદા! પૈસામાં જીવ રાખતા નહિ. બાપાએ તે માથું ધુણાવ્યું. કારણ કે બાપા ઓછું સાંભળતા હતા. એટલે દિકરાએ જઈને કાનમાં જોરથી કહ્યું કે પૈસામાં જીવ રાખશે નહિ. પણ બાપાં શું કરે? એ પૈસામાંથી જીવ કેવી રીતે કાઢે? આખી જિંદગી જીવ જેમાં ચુંટ હોય તે હવે છેલ્લી ઘડીએ કયાંથી છૂટે?
ખરી વાત તો એ છે કે જ્યાં સુધી પુદ્ગલની આસક્તિ છે, ત્યાં સુધી આત્મસ્વરૂપ કેવી રીતે પ્રાપ્ત કરશે? જ્યારે આત્મા પરભાવમાંથી મુક્ત થઈ સ્વભાવમાં આવશે ત્યારે એ વિચારશે કે હું ધનને, ઘરને, વૈભવને, દુકાનનો, ઓફિસને, મોટામાં મોટી મિલને કે ફેકટરીને કઈને કર્તા નથી. હું તે જ્ઞાતા અને દષ્ટા છું. આ તે પુણ્ય-* પાપના ખેલ છે. જ્યારે પુણ્યને ઉદય હોય ત્યારે સંસારની સામગ્રીઓ વધવા લાગે અને પાપને ઉદય હોય ત્યારે બધું ઘટવા માંડે. પણ તે આત્મા! તેમાં તારે રાચવા જેવું નથી. એવી રીતે આત્મ સ્વરૂપમાં ઠરતાં જીવ વિચાર કરે છે.
એક વખતની વાત છે. એક માણસ પોતાના મકાનમાં બેઠો હતો. તેને ત્યાં એક પિંજરું લટકતું હતું. તેમાં એક સુંદર પંખીને કેદ કર્યું હતું. આ બંદીવાન પંખીને