________________
નથી. માનવ જ્યારે માનવ મટી જાનવ બને છે ત્યારે ધર્મને બદલે ધનનું, સંતને બદલે સંપત્તિનું અને વિરાગને બદલે વિલાસનું, અને સમતાને બદલે મમતાનું સન્માન અને સ્વાગત કરે છે. પણ યાદ રાખજો કે કમને તીવ્ર ઉદય આવશે ત્યારે તમારે પૈસે કામ નહિ લાગે.
એક શ્રીમંત ઘરના શેઠાણી કહેતા હતાં કે મારે રોગ કોઈ પણ ડોકટર મટાડી આપે તે એને હું દસ હજાર રૂપિયા આપું. પણ એને રાગ કેણ મટાડી શકે? ડોકટર કહે કે આ રોગ અસાધ્ય છે. બંધુઓ! તમે જે મેટરમાં ફરે છે, તે તમારી મોટર તમને ફૂટપાથ સુધી તે જરૂર લાવે પણ ધેધમાર વરસાદ વરસતે હોય અને તમારે જે ગલીમાં જવું છે તે ગલીને રસ્તે મોટર જઈ શકે નહિ તે સાંકડે છે. તેથી એ મહેર સાંકડી ગલીમાં નહિ આવે ત્યારે તે તમારે ઉતરવું જ પડશે. અને ચાલવું પડશે. દાચ થોડું ભિંજાવું પણ પડશે, ત્યાં તમારી એ ગાડી કામ નહિ લાગે. પણ છત્રી કે, રેઈન કેટ કામ લાગવાનાં. જીવનમાં એવી પણ ગલીઓ છે કે જેમાં પૈસે દાખલ થઈ શકે નહિ. એ ગલીઓમાં કામ લાગશે ફકત એક ધર્મ જ.
પૈસે તમારા જીવનમાં પ્રતિષ્ઠા વધારશે, તમારી વાહવાહ બેલાવશે, બે ઘડી ફલાવીને ઉપર પણ લઈ આવશે. પણ જ્યારે રેગ આવશે, વૃદ્ધાવસ્થા આવશે, મૃત્યુ આવશે ત્યારે કેઈનું ચાલતું નથી. પૈસે કે પ્રતિષ્ઠા પણ કામ લાગતા નથી. પછી ભલે ને અમેરિકાને પ્રેસીડન્ટ હોય કે ભારતના વડાપ્રધાન હોય, પણ એમના ડોલર કે સંપત્તિ રોગમાંથી કે મૃત્યુમાંથી એમને બચાવી શકતા નથી. પૈસાની અને ડેલરની મૃત્યુ આગળ કાંઈ કિંમત નથી.
સિકંદર બાદશાહના સમયને એક પ્રસંગ છે. મોટા હેદ્દા ઉપર રહેલા ઓફિસરની ભૂલ થવાથી સિકંદરે એને દંડ કરવાનું નક્કી કર્યું. અને સભા સમક્ષ હાજર કરવાને હુકમ કર્યો, પણ ભાગ્યેગે ઓફિસરનું આયુષ્ય પૂરું થયું.
સિનિકેએ પાછા આવીને સિકંદરને કહ્યું કે સાહેબ! એ હાજર થઈ શકે તેમ જ નથી. સિકંદર ચિડાઈ ગયે અને બે દુનિયાભરમાં એ ગમે ત્યાં હોય ત્યાંથી એને લઈ આવે. મારું લશ્કર, મારા સેનાપતિઓ શા કામના? સિકંદરના બુઝર્ગ વજીરે નમન કરીને કહ્યું. સાહેબ ! એ એવી રાજધાનીમાં ગયે છે કે જ્યાંથી એને કઈ પાછો લાવી શકે તેમ નથી. સિકંદરે આંખ ઊંચી કરી અને બે-એવું કયું રાજ્ય છે કે જે સિકંદરની આંખમાં સમાય નહિ?
વરે કહ્યું. એ રાજ્યની દિવાલે એવી તેતિગ છે કે એને કોઈ જ ઓળંગી ન શકે. અરે, માલિક ખુદ તમે પણ જઈ ન શકે. સિકંદરે આશ્ચર્યથી પૂછ્યું. કયું રાજ્ય ! કોનું રાજ્ય? વજીરે કહ્યું. એ મૃત્યુનું રાજ્ય છે. આ જન્મની પેલી પાર મૃત્યુને ત્યાં
શા. ૧૦૧