________________
نق
એવું ભગવંતનું વચન છે, તે કપિલદાસી જાણે છે અને શ્રેણિક રાજા નરકે ન જાય એવું પણ તે હૃદયથી ઈચ્છે છે, છતાં પણ કપિલા દાન ન આપે તે ન જ આપે. હાથે થાટ બાંધીને બળાત્કારે દાન અપાવ્યું, તે પણ કહી દીધું કે “આ દાન હું નથી દેતી પણ શ્રેણિક રાજાને ચાટ આપે છે. આનું નામ કર્મની ગાઢતા. આયુષ્ય કર્મ સિવાયના સાત કમેને એક કટાકેટી સાગરોપમથીય ન્યૂન એ શેષ ભાગ રહેવા બાદ માનવી માર્ગાનુસારી બને છે તે હજુ ગ્રંથી પ્રદેશે આવેલું છે. હવે તેને માટે તે પ્રદેશે જ અસંખ્યાતે કાળ રહેવાને, સંખ્યાત કે અસંખ્યાત કાળે ઘંથી ભેદવા અને નહિ તે તે ગ્રંથી–પ્રદેશથી પાછો જવાને. એમ ત્રણ પ્રકાર છે. જે આત્મા હજુ ગ્રંથીને ભેદી શકે તેવી શક્તિવાળે નથી તે આત્મા તે સ્થળે અસંખ્યાત કાળ રહીને પણ પાછો નીચે જાય. અને જે આત્મા ગ્રંથી ભેદ કરે તેને ત્યારબાદ અનિવૃત્તિ કરણ વડે સમ્યકત્વરત્નની પ્રાપ્તિ થાય | એક કલ્પના કરો કે જેમ ખૂબ મેલા થયેલાં કપડાંને કે તેલની ઘણી ચીકાશ જામેલા કપડાંને તેને મેલ કાઢવામાં સામાન્ય પ્રયોગો અસર ન કરે. તેમાંનાં ગાઢ મેલને કાઢવામાં તે તે કપડું બેબીને જ સોંપવું પડે. બેબી ભઠ્ઠીના ઉકળતા પાણીમાં નાંખે અને તેમાં મેલને છૂટો કરનાર ખાર, સાબુ આદિ પદાર્થો નાંખે, ખૂબ બાફે, ખૂબ ખદખદાવે, ત્યારે તે મેલ કપડાથી છૂટો પડે. ઘણાં કાળથી મેલને પિતાને માનનાર કપડું પિતે તે મેલને દૂર ન કરી શકે. એ તે ધાબી જ મેલ છૂટો પાડી શકે. કપડું બેબીના ઉકળતા પાણીના ભટ્ટામાં પડયા પછી મેલના લીધે બડબડીયાં (પરપોટા) કરે તે પણ ધબી તેના બડબડીયાની સામે જોઈ તેની દયા ન લાવે. એ તે મેલ છૂટે ન પડે ત્યાં સુધી નિરપેક્ષ ભાવે ખદખદવા દે અને સાથે બડબડીયાં પણ કરવા દે.
પિતાનાં કપડાની તેવી કરૂણદશા જોઈને તેને માલિક બેબીને ભઠ્ઠામાંથી કાઢી લેવાનું કહે તે પણ બેબી તેની સામે ધ્યાન ન આપે. તેમ ગ્રંથી પ્રદેશ રહેલ આત્માની અનંતકાળના રાગ-દ્વેષરૂપી મેલની અત્યંત ગાઢ ગ્રંથીરૂપી આત્મ મેલને ભેદી નાખવા માટે આત્મારૂપ કપડાથી અલગ કરવા માટે, આત્માને સમ્યક્ત્વ સમ્મુખ લાવી મૂકનાર ગુણરૂપ ધાબીને કર્મમેલને સ્વામી આત્મા રાહત આપવાનું કહે તે પણ તેની સામે ધ્યાન આપ્યા વિના તીવ્ર સદાચાર રૂપી ભઠ્ઠીના તાવડામાં ખૂબ ખદખદાવે અને તેમાં અનંતકાળને સંબંધ હોવાના કારણે તે ગ્રંથીને માલિક આત્મા તેના ઉપર કદાચ દયા લાવે તે તે સામે પણ આત્માને – એ કુહાડાની તીક્ષણ ધાર જેવા તીક્ષણ પરિણામ રૂપ ગુણ ધોબી નજર સરખી પણ ન કરે.
એ તીવ્ર સદાચાર રૂપ ભઠ્ઠીના તાવડામાં ખૂબ ખદબદીને આત્મા રૂપ કપડાંથી તે મેલ-કર્મરૂપી ગ્રંથી તદ્દન નિર્બળ થઈ જવાથી તે કપડું એ ગાઢ મેલથી મુક્ત થાય.