________________
X
મહેલેથી ઉતર્યા રાણી કમલાવતી, આવ્યા ત્યાંય ઠેઠ હજીરે, સાંભળ હે રાજા, વચન કહે છે. ઘણાં આકરા, જિમ કેપેથી ચઢીયે બેલે સૂર, સાંભળ હો રાજા,
બ્રાહ્મણની ઠંડી ઋદ્ધિ મત આદર. કમલાવતી રાણે મહેલેથી નીચે ઉતરી. એક બાજુ મનમાં એવા પ્રશસ્ત ભાવ છે કે અહો! હું કેવી ભાગ્યશાળી, કેવી પુણ્યવાન છું કે અમારા રાજ્યમાં જેની સંપત્તિની કઈ સીમા નથી, એવા પુણ્યવાન છ વસે છે. અને આવા સુખને અસાર સમજી છોડીને નીકળી પણ ગયા. જે ગામમાં કે સંઘમાં પ્રબળ પુણ્યને ઉદય હોય ત્યાં આવા પુણ્યવાન છ વસતા હોય છે. રાજકોટ સંઘ ખૂબ પુણ્યવાન છે. જ્યાં કાયમ ખાતે સંત-સતીજીએ બિરાજમાન હોય, સંઘમાં રામજીભાઈ દુર્લભજીભાઈ વિગેરેને તે ધર્મ રૂ છે, પણ એમના યુવાન પુત્રને પણ ધર્મ રૂ છે. પરદેશમાં રહેનારા છે, છતાં વ્યાખ્યાનમાં સામાયિક લઈને બેસી જાય છે. તે સિવાય બીજા કંઈક યુવાને એવાધર્મના રિંગે રંગાયેલા છે કે જેઓ દિવાળીના દિવસે ઉપવાસ કરી ઉપાશ્રયમાં સૂઈ ગઈ. ત્રે નવકારવાળી ગણી. આ મહાન પુણ્યને ઉદય છે. * ભૌતિક લક્ષમીના ઢગ હેય પણ ધર્મ ન હોય તે શું કામનું? ધર્મ ‘જીવને સુખ-દુઃખમાં સમતાવાન બનાવે છે. જેમ ટપાલી રાજ ટપાલે વહેંચવા નીકળે છે તે ટપાલમાં કોઈને ઘેર હર્ષના સમાચાર પણ આવતા હશે કે જે તમારા માલ ઉંચા ભાવે વેચાણ અને આટલે નફે થયે. આ પત્ર મળતાં જેને ત્યાં પત્ર આ ક્ષને ખૂબ આનંદ થયે. એ જ ટપાલીએ બીજા કેઈને ત્યાં જઈ પત્ર આપે, તે તેમાં કોઈ અંતરના સગાના શેકજનક સમાચાર હતા. તે વાંચી પત્ર જેને મળે તેને દુઃખ થયું. બંને પત્ર તે ટપાલી જ લાવ્યું. પણ હર્ષના સમાચાર સાંભળી ટપાલીને ન તો હર્ષ થયે અને શોકના સમાચાર સાંભળીને ન શોક થયે. પણ બંને પરિસ્થિતિમાં તેને તો સમભાવ રહ્યો. તેમ જ્યારે આત્મામાં સ્વ-પરને વિવેક જાગે છે ત્યારે સુખમાં છલકાતે નથી અને દુઃખમાં ઝૂરતો નથી.
.. રાણી એકદમ નીચે ઉતરી ગઈ. દાસી કહે છે બાજી! એકદમ કપડાં પણ બદલાવ્યા વિના ક્યાં જાય છે? આ કમલાવંતી બહેનેને બહાર જવું હોય તે એમને તૈયાર થતાં ઓછામાં ઓછ કલાક તે થાય. એમને મેટું ધોવું જોઈએ, માથું એાળે, પફ-પાવડર લપેડે પછી કપડાં બદલાવે, ત્યારે બહાર નીકળી શકે છે. આ મહારાણી સાદા હતાં. ઈષકાર મહારાજા સિંહાસને બેઠા છે. સભા ચિક્કાર ભરેલી છે, ત્યાં જેમ રણે ચહે શૂરવીર લાલચળ થઈને બોલે તેમ રાણી પણ વેગવાન થઈને બેસે છે.
વંતાસિ પુરો થાય, ન તો હોટું સંવિગો . . . . . માળા પરિવર્ત, ઘi" ના મિલ ઉ. અ૧૪૩૮