________________
સુકી લાખની અને ઉઘાડી આંખનો.” એટલે બાપના સામું જોઈ ને કહે છે બાપુ રાજા વર્ષે લાખ વહેપાર કરવા જેવું નથી. અમે અમારું સંભાળી લઈશું. આપ ચિતા જ કરે, તમે બધી ચિંતા છોડી ભગવાનમાં ચિત્ત રાખે.
શેઠ પણ સમજી ગયા કે આ છોકરાઓને લાખ રૂપિયા આપવા નથી, માટે કેવા બહાના કાઢે છે. શેઠના ગળામાં હીરાની સાંકળી પહેરેલી હતી. તે મહાજનને દાનમાં આપી દઉં એમ વિચારી શેઠ મહામુશીબતે બોલ્યા સાંકળી. આ સાંભળી પુત્રો કહે છે આપુ! આટલા મંદવાડમાં તલસાંકળી ન ખવાય. ડોકટરે ના પાડી છે. બાપની વાતને છોકરાઓ જુદા જ રૂપમાં ફેરવી નાખે છે. શેઠની આંખમાં આંસુ આવી ગયા. અરેરે... જિંદગીમાં મારા હાથે કંઈ ન કરી શકો. હવે કરવાનું મન થયું પણ કરી શકતો નથી. મહાજન તે પાછું ચાલ્યું ગયું. શેઠે નિર્ણય કર્યો કે જે મારું આયુષ્ય હોય ને થોડા વખત માટે મરણની પથારીમાંથી બે થાઉં તો મારા હાથે દાન પુણ્ય કરી લઉં. - હવે બન્યું પણ એવું કે શેઠની તબિયતમાં સુધાર થવા લાગે. થોડા દિવસમાં એકદમ સાજા થઈ ગયા. એક દિવસ શેઠે પોતાના ચારે ય પુત્રો અને પુત્રવધૂઓને પાસે મલાવીને કહ્યું. પુત્રો! હવે હું તે કયાંય જઈ શકું તેમ નથી. પણ અત્યારે ચાતુમસને
મય છે. સંત-સતીજી બિરાજમાન હોય ત્યાં બધે દર્શન કરવા જાવ. હું તે જિંદગીમાં સંતના દર્શન કરવા નીકળ્યું નથી. પણ તમે જાવ તે મને એમ થાય કે મારા પુત્રે સંતદર્શને ગયા. સંત સમાગમ કરી જે કંઈ પ્રાપ્ત કરી આવે તે મને સંભળાવજે. મારી આટલી ઈચ્છા પૂર્ણ કરે.
પુત્રવધૂઓને ખૂબ આનંદ થયે. બહેનને હરવાફરવાનું ખૂબ ગમે. એટલે એમના પતિને તૈયાર કરી દીધા. દિકરાઓ એમના કુટુંબ સહિત સંતના દર્શનાર્થે નીકળી ગયા. પાછળથી શેઠે ડાહ્યા માણસને બેલાવી પિતાની સર્વ મિલ્કતને હિસાબ કરી મિલ્કતના પાંચ ભાગ પાડયા. દરેકના ભાગમાં અગિયાર – અગિયાર લાખ રૂપિયા આવ્યાં. ચાર પુત્રોના ચાર ભાગ રાખી પિતાના ભાગના અગિયાર લાખ રૂપિયામાંથી એક લાખ રૂપિયા પાંજરાપિળમાં આપ્યા તથા બીજી જુદી જુદી સંસ્થાઓમાં પણ રકમ આપી. ધર્મસ્થાનકમાં, દિવાખાનામાં, ગરીબની સેવામાં, સ્કુલમાં, ધર્મશાળામાં, આમ અનેક રીતે શેઠે છૂટા હાથે ૧૦ લાખ રૂપિયા દાનમાં વાપર્યા. પિતાના ગુજરાન માટે ફક્ત એક લાખ રૂપિયા રાખ્યા 'અને ભાડાના મકાનમાં રહેવા લાગ્યા. તેઓ આખો દિવસ ધર્મસ્થાનકમાં રહી ધર્મધ્યાન કરવા લાગ્યા. આખા ગામમાં શેઠની પ્રશંસા થવા લાગી.
એક મહિના પછી પુત્રે પાછા આવ્યા. એમણે બધી વાત જાણું, ખૂબ દુઃખ થયું. છતાં ખૂબ સમજુ હતાં. સમજી ગયાં કે બાપે પણ આપણને મોકલીને કામ કાઢી લીધું. પિતાજી પાસે આવીને કહ્યું : તમે આ શું કર્યું? બાપ કહે છે બેટા! મેં તમને ભિખારી