________________
૭૮૦
સફળ થાય. આજે નિગ્રંથ પ્રવચનના ઉદ્દઘાટન નિમિત્ત સંઘના કાર્યકર્તાઓ તેમજ આપણું વસંતકુમાર પંડિતજીને પણ બલવાનું છે એટલે વિશેષભાવ અવસરે કહેવાશે.
પંડિતજીનું પ્રવચન – | આ લેકમાં બે વરતુ પ્રકાશ કરનાર છે. એક દિપક અને બીજે સૂર્ય. દિપક ઘરમાં પ્રકાશ કરે છે અને સૂર્ય આખા જગતને પ્રકાશ આપે છે. છતાં પણ તેને પ્રકાશ મર્યાદિત છે. દિપકમાં તેલ ખૂટી જાય એટલે અંધકાર વ્યાપી જાય છે. સવારે સૂર્યોદય થાય છે અને સાંજે સૂર્યાસ્ત થાય છે. એટલે રાત્રે અંધકાર વ્યાપી જાય છે. ચંદ્રને પ્રકાશ પણ બહુ અલ્પ હોય છે. કારણ કે પૂર્ણિમાના દિવસે રાત્રે ચંદ્રને પ્રકાશ સંપૂર્ણ હોય છે. પછી તે ક્રમે ક્રમે ઘટતાં ઘટતાં અમાસને દિને સંપૂર્ણ ઘટી જાય છે. પણ સર્વ પ્રકારમાં જે સર્વ શ્રેષ્ઠ પ્રકાશ હેય તે – . नाणस्स सव्वस्स पगासणाए, अन्नाण मोहस्स विवज्जणाए । , , રાસ હોરણ ૨ સંવ, કત સમુદ્ મોર ઉ. અ. ૩૨-૧ * સૂર્યને પ્રકાશ આખા વિશ્વને દિવસે પ્રકાશ આપે છે, પણ રાત્રે પ્રકાશ આપતે નથી. જ્યારે જ્ઞાનને પ્રકાશ તે દિવસે અને રાત્રે સર્વત્ર હોય છે. જ્ઞાનની શક્તિ અદ્વિતીય અને અદૂભૂત છે. જ્ઞાનથી અજ્ઞાનનો નાશ થાય છે. જ્યાં સુધી જીવનમાં અજ્ઞાન અને મેહને અંધકાર છે ત્યાં સુધી જ્ઞાનને પ્રકાશ પ્રવેશી શકશે નહિ. માટે અજ્ઞાન અને મોહનો ત્યાગ કરવા અને જ્ઞાનને પ્રકાશ પ્રાપ્ત કરવા માટે દરેક મનુષ્ય જ્ઞાનની આરાધના કરવી આવશ્યક છે. કદાચ કોઈ મનુષ્યને વાંચતા આવડતું ન હોય તે કઈ વાંચે તેને સાંભળવાથી પણ મનુષ્ય પિતાનું શ્રેય સાધી શકે છે.
सोच्चा जाणइ कल्लाण, सोच्चा जाणइ पावगं । II - ઉમથે નાખરૂ સોન્ચ, i ણેય સં સમારે || દશ. અ. ૪-૧૧, '', શાસવાણી સાંભળવાથી આ કલ્યાણ–શ્રેયને માર્ગ છે અને આ પાપનો માર્ગ છે, એ બંનેનું પૃથકકરણ થાય છે. શ્રેયના માર્ગને અને પાપના માર્ગને જાણીને બે માંથી જે હિતકારી હોય તેને ભવ્ય અંગીકાર કરે છે. જીવનમાંથી બૂરાઈઓને દૂર કરાવી,
વિચારનું સ્થાપન કરાવવાનું કામ જ્ઞાનનું છે માટે જ્ઞાનની જીવનમાં ખૂબ આવશ્યકતા છે શોન મેળવવા માટે “નિગ્રંથ પ્રવચન” પુસ્તક ખૂબ મહત્વનું છે. આ પુસ્તકનું નામ મિગ્રંથ પ્રવચન શા માટે પડ્યું છે? નિ + ગ્રંથ ગાંઠ બે પ્રકારની હોય છે. એક ક્રોધ મન-માયા-લેભાદિ કષા દ્વારા કર્મની ગાંઠ બંધાય છે. તે ભાવ ગાંઠ છે. અને બીજી થન–પૈસા આદિ બાંધીને કપડાની ગાંઠ વાળે છે તે દ્રવ્ય ગાંઠ છે. આ બંને પ્રકારની બહેરી જેઓ મુક્ત થઈ ગયાં છે એવા નિગ્રંથ મહાપુરૂષોની જે વાણી તેનું નામ