________________
રહ્યાં છે? બંધુઓ! તમારે પણ કોઈ વખત આ રીતે બનતું હું તમને શ્રાવિકા એ કહે કે ઉપાશ્રયે જાવ, સામાયિક કરો ત્યારે તમે રંગમાં આવીને એમ કહી દેતા હા કે જે તેને આટલે બધે ધમને રંગ હોય તે લઈ લે હૈંક્ષા પણ અમારી બહેન "ા રહે છે એજ વધે છે.
* જે સમયે સુભદ્રા ધન્નાઇના વાંસામાં તેલ ચાળી રહી હતી તે સમયે ધન્નાજીના બરડા ઉપર ગરમ આંસુના ટીપા પડયાં, એટલે પાછું વાળીને જોયું તે સુભદ્રાની આંખમાં આવ્યું છે. આ જોઈ ધનાજી પૂછે છે. અહો! જેને ભદ્રા જેવી માતા છે. શાલીભદ્ર જે, બે યુ છે. અને ધના જે પતિ છે એવી સુભદ્રાને શું દુઃખ છે કે તું રડે છે? સુભદ્રા કહે છે, કંઈ નથી. ધન્નાજી ખૂબ પૂછે છે ત્યારે સુભદ્રા કહે છે સ્વામીનાથ! મારે એકને એક ભાઈ દીક્ષા લે છે. ધનાજી કહે છે, જ્યારે તારે ભાઈ દીક્ષા લેવાનું છે? તે કહે છે, બત્રીસ દિવસ પછી. એમ શા માટે? તો સુભદ્રા કહે છે મારા ભાઈને બત્રીસ સ્ત્રીઓ છે તે દરરોજ એક એકને ઉપદેશ આપી સમજાવીને છેડે છે. ધનાજી શૂરવીર હતાં એટલે
લી ગયા. તારે ભાઈ તે કાયર છે. જેને દીક્ષા જ લેવી છે તે વળી રોજ એક સ્ત્રીને શા માટે રડાવે છે ! તારે ભાઈ કાયર છે.
ધનાજીના શબ્દો સુભદ્રાને હાડ-હાડ લાગી ગયા. બહેનને ભાઈ માટે અનહદ લાગણી હોય છે. ભાઈ-બહેનને બોલાવતા ન હોય તે પણ બહેન તે ભાઈનું હિત જ ચાહતી હોય છે. ભાઈ-બહેનને વિસરે છે પણ બહેન-ભાઈને વિસરતી નથી. સુભદ્રાથી બોલાઈ જવાયું કે સ્વામીનાથ ! કહેવું તે ઘણું સોયલું છે પણ કરવું ઘણું દેહયલું છે. મારભાઈ કાંઈ કાયર નથી. જે કાયર હોય તે બત્રીશ રાજકુમારી જેવી સ્ત્રીઓ અને રજવાડા જેવી સંપત્તિને છોડવા કયાંથી તૈયાર થાય! ધને આજની જેમ મુંડેલી મૂછવાળ ન હતો, પણ મૂછાળા મરદ હતા. (હસાહસ). તે સ્નાન કરતે કરતો ઉભું થઈ ગયે અને કહ્યું સુભદ્રા ! જાઉં છું. સુભદ્રા કહે છે સ્વામીનાથ! હું તે મજાક કરતી હતી. આપ અમને છોડીને કેમ ચાલ્યા જાય છે? ખૂબ વિનંતી કરી છતાં ધન્નાજી માન્યા નહિ. જઈને શાલીભદ્રને સાદ પાડે અને બંને શાળા બનેવી શુરવીર થઈને સંયમ માર્ગે ચાલી નીકળ્યા. ધનાજી છે તે જ ભવે મોક્ષે ગયા અને શાલીભદ્ર એકાવતારી થયા.
સુભદ્રાના મુખમાંથી સહેજે શબ્દો નીકળી ગયાં અને તે નિમિત્તે ધન્નાજીએ દીક્ષા લીધી. સુભદ્રાને ખબર ન હતી કે મારા આવા શબ્દોથી ધનાજી દીક્ષા લઈ લેશે. તેમ અહીં પણ ઈષકારરાજાના મુખમાંથી શબ્દ નીકળી ગયાં કે મહારાણી ! જે તમે આટલા ચતર છે, વૈરાગ્યવાન છે અને મને આ રીતે ઊપદેશ કરો છો તે તમે શા માટે સંસારમાં બેસી રહયાં છો! હવે કમલાવંતી રાણી કેવી રીતે જાગશે અને શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે,